હરણી લેક બોટ દુર્ઘટનાઃ સ્કૂલ સંચાલકોએ દોષનો ટોપલો લેક ઝોન પર ઢોળ્યો

Updated: Jan 19th, 2024


Google NewsGoogle News
હરણી લેક બોટ દુર્ઘટનાઃ સ્કૂલ સંચાલકોએ દોષનો ટોપલો લેક ઝોન પર ઢોળ્યો 1 - image

વડોદરા,તા.19 જાન્યુઆરી 2024,શુક્રવાર

હરણીના લેક ઝોન ખાતે સર્જાયેલી બોટ હોનારતમાં ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકોએ જીવ ગુમાવ્યા છે ત્યારે હવે સ્કૂલ સંચાલકોએ આ કરુણાંતિકા માટે દોષનો ટોપલો લેક ઝોનના સંચાલકોના માથા પર ઢોળ્યો છે.

સ્કૂલના સંચાલક ઋષિ વાડિયાએ મીડિયાને જણાવ્યુ હતુ કે, અમારી તમામ સહાનુભૂતિ બાળકોના પરિવાર સાથે છે.અમે તમામ પ્રકારની તપાસમાં સહકાર આપવા તૈયાર છે. અમારી સ્કૂલમાં 47 વર્ષમાં પહેલી વખત આ પ્રકારની ઘટના બની છે પણ તેમાં તમામ વાંક લેક ઝોનના સંચાલકોનો છે.તેમણે પિકનિક માટે અમને પેકેજ ઓફર કર્યુ હતુ અને તેમાં સ્કૂલથી બાળકોને બસમાં લઈ જવાની અને ત્યાંથી પાછા છોડી જવાની તમામ જવાબદારી તેમણે સ્વીકારી હતી. 

તેમણે કહ્યુ હતુ કે, બોટમાં વધારે બાળકોને બેસાડવા સામે અમારા શિક્ષકોએ વાંધો લીધો ત્યારે પણ તેમણે વાત સાંભળી નહોતી. બોટ ઉંધી વળ્યા બાદ પણ બોટ ચાલક અને બીજો સ્ટાફ ત્યાંથી જતો રહ્યોહ તો. હું 4-45 વાગ્યે ત્યાં પહોંચ્યો ત્યારે સ્ટાફ ગાયબ હતો. મેં અને મારા બીજા શિક્ષકો તથા સ્થાનિક લોકોએ બાળકોના મૃતદેહ ઉંચકીને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડયા હતા.જે બાળકો બચી ગયા હતા તેમને પણ ઘરે પહોંચાડવા બસની વ્યવસ્થા સંચાલકોએ કરી નહોતીં.

 રૂષિ વાડિયાનુ કહેવુ છે કે, સ્કૂલનો પ્રવાસ વડોદરા બહાર હોય તો ડીઈઓ કચેરીની મંજૂરી લેવાની હોય છે. આ એક ફિલ્ડ ટ્રીપ હતી અને શહેરની અંદર જ હતી.આમ છતા પિકનિક પર ગયેલા બાળકોના વાલીઓની મંજૂરી લેવામાં આવી હતી.


Google NewsGoogle News