Get The App

14 નિર્દોષોનો ભાેગ લેનાર હરણી બોટકાંડમાં SIT ની તપાસ 58 દિવસમાં પુરી,2819 પાનની ચાર્જશીટ

Updated: Mar 15th, 2024


Google NewsGoogle News
14 નિર્દોષોનો ભાેગ લેનાર હરણી બોટકાંડમાં SIT ની તપાસ 58 દિવસમાં પુરી,2819 પાનની ચાર્જશીટ 1 - image

વડોદરાઃ વડોદરામાં બે મહિના પહેલાં હરણી તળાવમાં ૧૪ નિર્દોષોના ભોગ લેનાર બોટ દુર્ઘટનાના બનાવમાં પોલીસ કમિશનર દ્વારા રચાયેલી સિટ દ્વારા ૫૮ દિવસની તપાસ બાદ ૨૮૧૯ પાનાની ચાર્જશીટ તૈયાર કરવામાં આવી છે.

હરણી લેકઝોન ખાતે ગઇ તા.૧૮મી જાન્યુઆરીએ નમતી બપોરે વાઘોડિયારોડની ન્યુ સનરાઇઝ સ્કૂલના પિકનિક પર ગયેલા બાળકોની બોટ પલટી જતાં ૧૨  બાળકોના મોત થયા હતા.જ્યારે એક શિક્ષિકા અને એક મહિલા સુપરવાઇઝરના પણ મોત થયા હતા. આ બનાવમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલૌત દ્વારા એડિશનલ કમિશનર મનોજ નિનામાના અધ્યક્ષપદે અને ડીસીપી પન્ના મોમાયાના સુપરવિઝન હેઠળ સિટની રચના કરવામાં આવી હતી.

બોટકાંડમાં દાખલ થયેલી એફઆઇઆરમાં ૧૮ આરોપીઓના નામો હતા.કોર્પોરેશને કોન્ટ્રાક્ટ આપ્યો હોવા છતાં તેમની પાસે આરોપીઓના પુરતા નામ- સરનામા નહતા.આ પૈકી હિતેશ કોટિયા નામના એક આરોપીનું મૃત્યુ થઇ ચૂક્યું હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું હતું.સિટે કુલ૨૦ આરોપીની ધરપકડ કરી હતી.જે હાલમાં જેલમાં છે.

સિટની ચાર્જશીટમાં ૪૩૩ સાક્ષીઓના નિવેદન, બોટનો બોયેન્સી ટેસ્ટ,ફોરેન્સિક સહિતના નિષ્ણાંતોના રિપોર્ટ્સ,પંચનામા, પોસ્ટમોર્ટમ રિપોર્ટ,આધુનિક સાધનોથી તળાવની ઉંડાઇ માપણી જવા પુરાવા સાથે કુલ ૨૮૧૯ પાના રજૂ કરવામાં આવ્યા છે.


Google NewsGoogle News