હોડી હોનારત ઇફેક્ટ: ડૂબવાના બનતા કિસ્સા રોકવા છાણી નર્મદા કેનાલ પર સિક્યુરિટી તૈનાત
વડોદરા,તા.30 જાન્યુઆરી 2024,મંગળવાર
હરણી લેક ઝોન દુર્ઘટનાની હોનારત બાદ પાલિકા તંત્ર દ્વારા લોલમ લોલ ચાલતા વહીવટને છાવરવાના ઇરાદે સઘન પગલા રોજે રોજ ભરાઈ રહ્યા છે. છાણી કેનાલમાં અવારનવાર સર્જાતી દુર્ઘટના અને પાણીમાં ડૂબવાના અને આત્મહત્યાના બનાવોથી લોકોને બચાવવા પાલિકા તંત્ર દ્વારા છાણી પાસેથી પસાર થતી નર્મદા કેનાલ ખાતે સિક્યુરિટી ગાર્ડને તૈનાત કરી દેવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે હરણી લેક ઝોન બાર માસુમ ભૂલકા સહિત 14 નિર્દોષ વ્યક્તિઓએ પાણીમાં ડૂબી જવાથી જીવ ખોયા હતા આ અંગે પાલિકા કોન્ટ્રાક્ટર સહિત સૌ કોઈ અને બાલિકા તંત્રના જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવાની માંગ શહેરીજનો દ્વારા ઉઠી છે ત્યારે સતત પાલિકા તંત્ર એ આવી અન્ય કોઈ દુર્ઘટના ન સર્જાય એ માટે સઘન પ્રયાસો શરૂ કર્યા છે જેમાં છાણી વિસ્તારની નર્મદા કેનાલમાં અનેક ગમખ્વાર બનાવો સર્જાતા કેટલાય લોકોએ જીવ ગુમાવ્યા છે પરંતુ હવે કોઈ આવી દુર્ઘટના ન સર્જાય એ માટે પાલિકા તંત્ર દ્વારા આ જગ્યાએ સિક્યુરિટી ગાર્ડ તૈનાત કરવામાં આવ્યો છે.