ઘોડી લઇને ચાલતા દિવ્યાંગને ક્રેન ચાલકે કચડી નાંખ્યો
રણોલી બ્રિજ ફૂટપાથ પર વર્ષોથી રહેતો હતો : સ્થળ પર જ મોત
વડોદરા,દિવ્યાંગ યુવાન ઘોડી લઇને જતો હતો. તે દરમિયાન એક ક્રેન ચાલકે તેને અડફેટે લઇ ગંભીર ઇજા પહોંચાડતા સ્થળ પર જ તેનું કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું.
મૂળ નેપાળ અને હાલમાં રણોલી બ્રિજ ફૂટપાથ પર રહેતો રમેશસિંગ ચંદ્રસિંગ નેપાળી જન્મથી જ દિવ્યાંગ હતો. રણોલી વિસ્તારમાં તે ફૂટપાથ પર રહી જીવન ગુજારતો હતો. ગઇકાલે રાતે આઠ વાગ્યે તે ઘોડી લઇને રણોલી બ્રિજ તરફ આવતો હતો. તે દરમિયાન પાછળથી આવતી ક્રેનના ચાલકે તેને અડફેટે લેતા ગંભીર ઇજા પહોંચી હતી અને સ્થળ પર તેનું કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું. જે અંગે જવાહર નગર પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.