વડોદરાના ભાયલી અને બીલમાં 980 પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોનું લોકાર્પણ

Updated: Sep 30th, 2023


Google NewsGoogle News
વડોદરાના ભાયલી અને બીલમાં 980 પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોનું લોકાર્પણ 1 - image

વડોદરા,તા.30 સપ્ટેમ્બર 2023,શનિવાર

વડોદરા શહેરના છેવાડે બિલ અને ભાયલી ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનાના બનાવાયેલા 980 મકાનો લોકાર્પણ કરવાનો કાર્યક્રમ યોજાઈ ગયો. 

ઉલ્લેખનીય છે કે ભાયલી અને બીલ ખાતે શહેરી વિકાસ યોજના હેઠળ પ્રધાનમંત્રી આવાસ યોજનાના કુલ 980 મકાનો રૂ.88.81 કરોડના ખર્ચે બનાવાયા હતા. આ મકાનોની ચાવી આજે સયાજીનગર ગૃહ ખાતે લાભાર્થીઓને આપવામાં આવી હતી ત્યારે છોટાઉદેપુરના સાંસદ સહિત વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ, ડભોઈના ધારાસભ્ય શૈલેશ સોટા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શીતલ મિસ્ત્રી સહિત ડભોઈના ધારાસભ્ય શૈલેશ સોટા તથા અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા 

 આ પ્રસંગે વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે જણાવ્યું હતું કે વુડાએ બનાવેલા 980 મકાનો રૂ.88.81 કરોડના ખર્ચે બનાવ્યા છે બે રૂમ રસોડાના મકાન માટે કેન્દ્ર સરકાર દ્વારા રૂપિયા દોઢ લાખ રાજ્ય સરકાર દ્વારા રૂપિયા દોઢ લાખની સહાય સહિત કુલ રૂ.5.50 લાખના ખર્ચે બનેલા આ મકાનોની ચાવી આજે લાભાર્થીઓને સયાજીનગર ગૃહ ખાતે કરતા લાભાર્થીઓમાં આનંદની લાગણી પ્રસરી હતી.


Google NewsGoogle News