Get The App

દાહોદના બંધ પડેલા ડમ્પિંગ યાર્ડમાં અર્ધબળેલ ગૌવંશ મળતાં ચકચાર

પાલિકાએ આઠ ગાયો તેમજ બે વાછરડા મળી ૧૦ ગૌવંશની દફનવિધિ કરી

Updated: Mar 21st, 2024


Google NewsGoogle News
દાહોદના બંધ પડેલા ડમ્પિંગ યાર્ડમાં અર્ધબળેલ ગૌવંશ મળતાં ચકચાર 1 - image

દાહોદ તા.૨૧ દાહોદ નજીક પસાર થતાં ઈન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પાસે પાલિકા દ્વારા સંચાલિત ડમ્પિંગ યાર્ડમાં ૮ થી ૧૦ જેટલા ગૌવંશ અર્ધ બળેલી હાલતમાં મળતા જીવદયા પ્રેમીઓમાં આક્રોશ ફેલાયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે સ્થિત પાલિકાના ડમ્પિંગ યાર્ડમાં અર્ધ બળેલી  અવસ્થામાં આઠ ગાયો તેમજ બે વાછરડા મળી આવતા સ્થાનિકોએ આ મામલે નગરપાલિકાના સત્તાધીશો તેમજ લાગતા વળગતા તંત્રને જાણ કરી હતી . આ સાથે જ મરણ પામેલી ગાયોના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ગૌરક્ષકો તેમજ જીવદયા પ્રેમીઓમાં આક્રોશ ફેલાયો હતો.

ઘટનાની જાણ થતાં જ દાહોદ નગરપાલિકાના સેનેટરી વિભાગના કર્મચારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા અને મામલો વધુ બગડે તે પહેલાં જ ખાડો ખોદી મરણ પામેલા ગૌવંશની યોગ્ય રીતે દફનવિધિ કરી હતી. આ સ્થળ પર ગૌવંશ કોણ ફેંકી ગયું તે અંગે અનેક ચર્ચાઓ નગરમાં થવા લાગી હતી. 

ઉલ્લેખનીય છે કે સ્માર્ટ સિટિ અંતર્ગત નવું ડમ્પિંગ યાર્ડ પુસરી ખાતે કાર્યરત થતાં ઇન્દોર અમદાવાદ હાઇવે સ્થિત નગરપાલિકાનો ડમ્પિંગયાર્ડ છેલ્લા બે મહિનાથી બંધ છે. નગરપાલિકા દ્વારા ડમ્પિંગ યાર્ડને બંધ કરી દેવામાં આવ્યું છે. સાથે સાથે આ જગ્યા કેમેરાનું ઇન્સ્ટોલેશન  કામ પણ ચાલી રહ્યું છે.




Google NewsGoogle News