આર આર કાબેલમાં તપાસ ચાલુ અડધો ડઝન બેન્ક લોકર સીલ
વાંધાજનક દસ્તાવેજો કબજે કરાયા : બેન્ક લોર્ક્સ હવે પછી ખોલી તપાસ કરાશે
વડોદરાવડોદરાની આર આર કાબેલ જૂથની કંપનીઓ પર વડોદરા સહિત દેશવ્યાપી ૪૦ સ્થળે સામૂહિક દરોડાની કામગીરી ત્રીજા દિવસે પણ ચાલુ રહી હતી.
દરોડાની કામગીરી દરમિયાન બેન્કની વિગતો એકત્રિત કરાઇ એ પછી અડધો ડઝન બેન્ક લોકર્સ સીલ કર્યા હોવાનું જાણવા મળ્યું છે.
વાયર, કેબલ અને ઇલેકટ્રિકલ્સ ઉપકરણો બનાવતી આર.આર. કાબેલ જૂથની કંપનીઓ પર દેશવ્યાપી દરોડાની કામગીરીમાં અમદાવાદ, સેલવાસ, સુરત અને મુંબઇની ઓફિસોને પણ આવરી લીધી હતી. મુંબઇમાં કંપનીની રજિસ્ટર્ડ ઓફિસ છે.
દરોડા દરમિયાન સેલ્સ અને પ્રોડકશન, રો-મટિરિયલ્સના ડેટા, વાર્ષિક ટર્નઓવરના પણ ડેટા એકત્રિત કર્યા હતા અને વાંધાજનક દસ્તાવેજો કબજે કર્યા હતા. જે બેન્ક લોકર્સ સીલ કર્યા છે, તે હવે પછી ખોલવામાં આવશે, તેમ જાણવા મળ્યું છે.