જામનગરમાં ગુરુદ્વારામાં ગુરુનાનક દેવજીની 554મી જન્મ જયંતિની હર્ષો ઉલ્લાસ સાથે ઉજવણી

Updated: Nov 27th, 2023


Google NewsGoogle News
જામનગરમાં ગુરુદ્વારામાં ગુરુનાનક દેવજીની 554મી જન્મ જયંતિની હર્ષો ઉલ્લાસ સાથે ઉજવણી 1 - image


- સમગ્ર ગુરુદ્વારાને ઝળહળતી રોશની શણગારવા આવ્યુ હતું: કીર્તન-ગુરુકા લંગર પ્રસાદનું પણ આયોજન

જામનગર,તા.27 નવેમ્બર 2023,સોમવાર

જામનગરના ગુરુદ્વારામાં ગુરુસિંઘ સભામાં ગુરુનાનકજીની 554મી જન્મ જયંતિ ભારે ધામધૂમથી મનાવવામાં આવી રહી છે.   જેમાં ગુરુદ્વારા ખાતે થી પ્રભાત ફેરી અને સેજપાઠ સાહેબનો આરંભ કરવામાં આવ્યો હતો. 

જેમાં આજે 27 નવેમ્બરના દિવસે સેજપાઠજીની સમાપ્તિ કરવા આવી હતી, તે પછી શબ્દ કીર્તન, અને તે પછી ગુરુ કે લંગર મહા પ્રસાદનું પણ આયોજન કરવા આવ્યુ છે. જેમાં શીખ સમાજના ભાઈઓ-બહેનો અને ધર્મપ્રેમી જનતા બહોળી સંખ્યામાં જોડાયા હતા.

જામનગરમાં ગુરુદ્વારામાં ગુરુનાનક દેવજીની 554મી જન્મ જયંતિની હર્ષો ઉલ્લાસ સાથે ઉજવણી 2 - image

ગુરુનાનક દેવજીના જન્મ અવતાર માતા તૃપ્તાજી અને પિતા મેહતા કાલૂજીના ઘરે નાનકાણા સાહેબમાં થયો હતો જે હાલ પાકિસ્તાનમાં છે. શીખ ધર્મના પહેલા ગુરુ ગુરુનાનદેવજી હતા, તેમના 3 સિદ્ધાંતો હતા. 'નામ જપો; કીર્તન કરો અને વંડ છકો,, અર્થાત હંમેશા ભગવાનને યાદ કરો, મહેનત કરો, અને એક બીજા હળી-મળીને સંપીને લોકોની સેવા કરો. તેમણે આખી દુનિયાનું પરિભ્રમણ પણ કર્યું હતું. છેલ્લે તે કરતારપુરમાં અંતિમ સમયમાં રહેતા હતા. ત્યાં તે જોતીજોત સમાગએ (દેવ લોક)  ગયા હતા. 

જામનગરમાં ગુરુદ્વારામાં ગુરુનાનક દેવજીની 554મી જન્મ જયંતિની હર્ષો ઉલ્લાસ સાથે ઉજવણી 3 - image

આજે સમગ્ર વિશ્વ ગુરુનાનક દેવજીની 554મી જન્મજયંતિ ઉજવી રહી છે, ત્યારે જામનગરના ગુરુદ્વારમાં પણ એક સપ્તાહમાં અલગ અલગ ધાર્મિક કાર્યકર્મો કરવામાં આવ્યા હતા, આજ રોજ 10.00 વાગ્યે સેજ પાઠજીની સમાપ્તિ કરવા આવી હતી. તે પછી પંજાબ થી વિશેષ મહેમાન ભાઈ સાહેબ ભુપેન્દ્રસિંઘજી અને ભાઈ સાહેબ ગગનદીપ સિંઘજીએ કથા, અને શબ્દ કીર્તન, કરવામાં આવ્યું હતું, ત્યારબાદ 'ગુરુકા લંગર' પ્રસાદીનું આયોજન કરવા આવ્યુ હતું. જેમાં બહોળી સંખ્યામાં શીખ સમાજ અને સિંધી સમાજના લોકોએ ભાગ લીધો હતો.


Google NewsGoogle News