Get The App

ગુજરાતીઓની પહેલી પસંદ રોટલી અત્યંત નરમ અને સ્વાદિષ્ટ બનશે

Updated: Sep 9th, 2022

GS TEAM


Google News
Google News
ગુજરાતીઓની પહેલી પસંદ રોટલી અત્યંત નરમ અને સ્વાદિષ્ટ બનશે 1 - image


- BBW-1 એ ટુકડી અને ભાલિયા ઘઉં કરતાં પણ અલગ પ્રકારની વેરાયટી

- પંજાબના ખેડૂતોએ વિકસાવેલી નવી જાત ગુજરાતના ખેડૂતો સ્વિકારી રહ્યાં છે, ઉત્પાદન ઓછું હોવાથી આ જાતના ઘઉં મોંઘા રહેશે

ગાંધીનગર : ગુજરાતીઓની પહેલી પસંદ ભોજનમાં રોટલી હવે વધારે નરમ અને સ્વાદિષ્ટ બનશે, કેમ કે ટૂંકસમયમાં એવા ઘઉંની જાત આવી છે જે રોટલીને અગાઉની તમામ જાત કરતાં નરમ બનાવશે. પંજાબના ખેડૂતોને વિકસાવેલી નવી જાત ગુજરાતના ખેડૂતો સ્વિકારી રહ્યાં છે. આ જાતના ઘઉંનું ઉત્પાદન ઓછું આવે છે તેથી તે ઘઉં અન્ય જાતના ઘઉં કરતાં મોંઘા રહેશે.

પંજાબ કૃષિ યુનિવર્સિટીના કૃષિ વૈજ્ઞાનિકોએ ઘઉંના પાકની નવી જાત વિકસાવી છે. આ જાતના ઘઉંના લોટની રોટલી એકદમ નરમ બને છે અને તેનો સ્વાદ ઉત્તમ છે. બીબીડબલ્યુ-1 નામની ચપાતી નામની જાતના ઘઉં હવે ગુજરાતમાં વાવવામાં આવી રહ્યાં છે. પંજાબ કૃષિ યુનિવર્સિટીએ જૂની જાતની જનીનમાંથી આ નવી જાત વિકસાવી છે.

રોટલી ખાનારો વર્ગ ગુજરાતમાં 90 ટકા છે. દરેકને નરમ રોટલી ખાવી ગમે છે. ઘઉંની તમામ જાતોના લોટમાંથી બનેલી રોટલી નરમ રોટલી નથી હોતી. દરેક જાતની પોતાની વિશેષતા છે. બધી જાતો સારી કણક બનાવતી નથી. જો કે ગુજરાતના ટુકડી ઘઉં અને ભાલીયા ઘઉં રોટલીની નરમાઈ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.

વૈજ્ઞાનિકોએ એવી વેરાયટી વિકસાવી છે, જેનાથી બનેલી રોટલી નરમ અને મીઠી હોય છે. આ જાતને ગેરૂ રોગની ઓછી અસરને કારણે તેની ગુણવત્તામાં વધારો થાય છે. તેથી, તેનો લોટ સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક છે. અન્ય જાતોની તુલનામાં તેનો લોટ સારો છે. ઉત્પાદન ઓછું થાય છે તેથી રોટલી મોંઘી રહેશે. આ જાતના ઘઉં 154 દિવસે પાકે છે. ગુજરાતના કોઈ ખેડૂત તેની ખેતી કરવા માંગતો હોય, તો તે પંજાબ કૃષિ યુનિવર્સિટીનો સંપર્ક કરી શકે છે.

Tags :