લોકસભામાં ગુજરાત .

Updated: Apr 6th, 2019


Google NewsGoogle News
લોકસભામાં ગુજરાત                                                . 1 - image



૧૯૫૨ કે ૧૯૫૭ની પહેલી-બીજી લોકસભા ચૂંટણી વખતે ગુજરાત રાજ્ય ન હતું. ૧૯૬૦માં રાજ્ય બન્યું માટે ગુજરાતના ફાળે પહેલી લોકસભા ચૂંટણી ૧૯૬૨ની આવી હતી. પહેલી ચૂંટણી વખતે બેઠક ૨૬ નહીં, ૨૨ હતી. તેમાંથી વધીને ૧૯૬૭માં ૨૪ થઈ. ૧૯૭૧માં પણ ૨૪ જ હતી. ૧૯૭૭માં ૨૬ થઈ જે આજ સુધી જળવાઈ રહી છે. શરૂઆતી ચૂંટણીથી આજ સુધીનું આંકડાશાસ્ત્ર

ચૂંટણીવર્ષ 

મતદાતા

કુલ

ઉમેગવાર

 મતદાન

ટકા

૧૯૬૨

૯૫૩૪૯૭૪

૬૮

૫૭.૯૬

૧૯૬૭

૧૦૬૯૨૯૪૮

૮૦

૬૩.૭૭

૧૯૭૧

૧૧૫૩૫૩૧૨

૧૧૮

૫૫.૪૯

૧૯૭૭

૧૪૧૦૯૭૦૮

૧૧૨

૫૯.૨૧

૧૯૮૦

૧૬૪૯૪૧૪૧

૧૬૯

૫૫.૪૨

૧૯૮૪

૧૮૮૪૩૭૬૦

૨૨૯

૫૭.૯૩

૧૯૮૯

૨૪૩૩૪૨૭૨

૨૬૧

૫૪.૭૦

૧૯૯૧

૨૪૮૮૨૫૦૮

૪૨૦

૪૪.૦૧

૧૯૯૬

૨૮૫૨૯૦૯૪

૫૭૭

૩૫.૯૨

૧૯૯૮

૨૮૭૭૪૪૪૩

૧૩૯

૫૯.૩૦

૧૯૯૯

૨૯૫૧૨૪૦૨

૧૫૯

૪૭.૦૩

૨૦૦૪

૩૩૬૭૫૦૬૨

૧૬૨

૪૫.૧૬

૨૦૦૯

૩૬૪૮૪૨૮૧

૩૫૯

૪૭.૮૯

૨૦૧૪

૪૦૬૦૩૧૦૪

૩૩૪

૬૩.૬૬

'ભાઇઓ અને બહેનો...'  ચૂંટણી ટાણે વાગતા ભૂંગળાઓ

આજથી પંદરેક વર્ષ પહેલા સુધી ચૂંટણી સમયે ઉપર 'ભૂંગળા' એટલે કે લાઉડ સ્પીકર લગાવેલી ગાડીઓ ચૂંટણી પ્રચાર માટે નિકળતી  હતી. ગાડીઓ પર જે તે પક્ષનું ચિહ્ન અને ઝંડો લાગેલો હોય અને અંદર બેઠેલો એક માણસ આગવી શૈલીમાં બોલતો હોય છે.

વિવિધ નારાઓ કે સુત્રો વડે તે લોકોને મત આપવા માટેની અપીલ કરતો હતો. ઉપરાંત આવી ગાડાઓમાં પત્રિકાઓ પણ રાખી હોય જેને લકોને આપવામાં આવતી. આજે તેનું સ્થાન ટીવી, ઇન્ટરનેટ, સ્માર્ટફોન સહિતના પ્રસાર માધ્યમોએ લીધુ છે. પ્રસ્તુત તસવીરો ૧૯૬૭ની લોકસભા ચૂંટણીની છે.


Google NewsGoogle News