મધ્ય ગુજરાતમાં ભારે વરસાદને કારણે 569 ગામોમાં વીજ પુરવઠો પ્રભાવિત
Power Outage in Madhya Gujarat : મધ્ય ગુજરાતમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે ચાર જિલ્લાઓમાં 569 ગામોમાં વીજ પુરવઠો પ્રભાવિત થયો હોવાની મુખ્ય ઇજનેર શ્રી એમ.ટી.સંગાડાએ જણાવ્યું છે.આ તમામ ગામોમાં વીજપુરવઠો પુનઃ સ્થાપિત કરવા માટે મધ્ય ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓ યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યા છે.ભારે વરસાદને કારણે સબ સ્ટેશનમાં પાણી ભરાવાના અને વીજ પોલ પડી જવાના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે.
તેમણે જણાવ્યું કે પંચમહાલ જિલ્લાના 288,ખેડાના 88 ,આણંદના 41 અને વડોદરા જિલ્લાના 152 સહિત કુલ 569 ગામોમાં વીજ પુરવઠો પ્રભાવિત થયો છે.આ તમામ ગામોમાં વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરવા માટે એમ.જી.વી.સી. એલ ની 536 ટીમોમાં 1706 કર્મચારીઓ કામગીરી કરી રહ્યા હોવાનું તેમણે ઉમેર્યું હતું.