Get The App

ગુડાનું નવા વર્ષનું 795.95 કરોડ રૃપિયાનું બજેટ : એલઆઈજી આવાસો બનશે

Updated: Mar 2nd, 2024


Google NewsGoogle News
ગુડાનું નવા વર્ષનું 795.95 કરોડ રૃપિયાનું બજેટ : એલઆઈજી આવાસો બનશે 1 - image


ગત વર્ષ કરતાં ૧૯૦ કરોડ રૃપિયાનો વધારો

૪૯ કરોડ રૃપિયા નવા માર્ગો પાછળ ખર્ચાશે  તો ૪૫ કરોડનું આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ઊભું કરવામાં આવશે

ગાંધીનગર :  ગાંધીનગર શહેરી વિકાસની આજે મળેલી બેઠકમાં નવા વર્ષ ૨૦૨૪ ૨૫ માટેનું ૭૯૫.૯૫ કરોડ રૃપિયાનું બજેટ રજૂ કરવામાં આવ્યો હતો ગત બજેટ કરતા ૧૯૦ કરોડ રૃપિયાનો વધારો કરવામાં આવ્યો છે ત્યારે આ બજેટમાં નવા એલઆઇજી આવાસો બનાવવાની પણ જોગવાઈ કરવામાં આવી છે તેની સાથે ૪૫ કરોડ રૃપિયાના ખર્ચે આંતરરાષ્ટ્રીય કક્ષાનું કોમ્પલેક્ષ ઊભું કરવાનું પણ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

ગાંધીનગર શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા ગત વર્ષ કરતાં ૩૦ ટકા ના વધારા સાથે રજૂ કરવામાં આવેલા નવા વર્ષના બજેટમાં એલઆઈજી આવાસોની મોટી જાહેરાત કરવામાં આવી છે. અડાલજ ખાતે આવાસ નિર્માણ માટે સ્થળ પસંદગી માટે પણ વિચારણા કરવામાં આવી રહી છે  નવી ન્ૈંય્ આવાસ યોજના અન્વયે  ૩૦૦  આવાસોનું નિર્માણ કરવાનું  આયોજન  છે. જેને અનુલક્ષી  ચાલું નાણાકીય વર્ષમાં ૬૦ કરોડની મંજૂરી આપવામાં આવી છે. આગામી ઓક્ટોબર માસ સુધીમાં નવો ડેવલોપમેન્ટ પ્લાન ગુડા દ્વારા તૈયાર કરી દેવામાં આવશે.  ગુડા વિસ્તારમાં નવા  તેમજ ડેવલોપમેન્ટ પ્લાન અન્વયે  મંજૂર થનારા કામોને અનુલક્ષી  ગુડા દ્વારા કુલ બજેટના ૩૦ ટકા જેટલું  ૨૦૩ કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે. આ અન્વયે પ્રાથમિક તબક્કે  પાણી ગટર સહિતના  કામો  તંત્ર દ્વારા હાથ ધરાશે. જયારે વિવિધ ટી પી વિસ્તારમાં  ત?ળાવો અને બગીચાના વિકાસની કામગીરી માટે  ૪૫ કરોડની મંજૂરી આપવામાં આવી  છે. આ ઉપરાંત  આંતરરાષ્ટ્રીય ધોરણ મુજબના  સ્પોટ્સ કોમ્પલેક્ષના નિર્માણની યોજનાને વેગ આપવા  ૪૫ કરોડનો ખર્ચ  મંજૂર કરાયો  છે. જયારે  સ્ટ્રીટ લાઈટ, પંપીગ સ્ટેશન પર સોલર પેનલ  કમ્પાઉન્ડ વોલના નિર્માણની કામગીરી માટે  ૧૫ કરોડના ખર્ચનું આયોજન બજેટમાં કરાયું  છે. આ ઉપરાંત ટી પી વિસ્તારમાં માળખાગત સુવિધાના જેવા કે  રસ્તા, ડ્રેનેજ અને  પાણીની સુવિધાના કામો માટે  ગુડા દ્વારા કુલ ૧૩૮ કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. આ અન્વયે  ૪૯ કરોડના ખર્ચે માર્ગ  નિર્માણની કામગીરી  હાથ ધરાશે, જ્યારે ડ્રેનેજ અને પાણી પૂરવઠાના કાર્યો માટે અનુક્રમે ૫૯ અને ૩૦ કરોડના કાર્યો આગામી દિવસોમાં કરવામાં આવશે. મેનપાવર  માટે આ વર્ષે ૨૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. નવા વર્ષના બજેટથી ગુડા વિસ્તારનો વિકાસ વધશે તે નક્કી છે. 


Google NewsGoogle News