ગામડાના કચરાનું પરિવહન કરવા ગુડા રૃપિયા 1.60 કરોડ ખર્ચ કરશે
ડમ્પિંગ સાઇટના ઠેકાણા પડતાં ન હોવાથી
મહાનગર પાલિકાની ડમ્પિંગ સાઇટ પર જ ગુડાના ૨૬ ગામડાઓમાં પેદા થતો કચરો ઠલવવામાં આવશે
ગત ઓગસ્ટ મહિનાથી સોલીડ વેસ્ટ મતલબ કે ઘન કચરાના નિકાલનું
વ્યવસ્થાપન કરવા માટે સ્પોટ ટુ ડમ્પ પદ્ધતિને અનુસરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
જેમાં ખાનગી એજન્સી પોતાના વાહનો મુકીને દરેક ગામમાં નિયત કરવામાં આવેલી કચરાની
સાઇટ પરથી કચરો ઉઠાવીને તેને મહાનગર પાલિકાની સેક્ટર ૩૦ ખાતે આવેલી ડમ્પ સાઇટ પર
પહોંચાડે તેમ નક્કી કરાયુ હતું. ઉલ્લેખનિય રહેશે કે સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ રૃલ્સ
૨૦૧૬ અંતર્ગત ઘન કચરાનો વૈજ્ઞાાનિક ઢબે નિકાલ કરવાનું ઉપરોક્ત કાયદા દ્વારા
ફરજિયાત કરવામાં આવેલું છે અને ગુડા દ્વારા બનતી ઝડપે તેના અમલ માટેની પ્રક્રિયા
હાથ ધરવામાં આવે તેવી સુચના સરકારે આપી હતી.
પાટનગરમાં સેક્ટર ૩૦માં મહાનગર પાલિકાની ડમ્પિંગ સાઇટ પર
એકત્ર થતાં કચરાનું જરૃર પડે ત્યારે ટ્રો મીલ્સ ચલાવીને બાંધકામ કાટમાળ, ધાતુ, કાંચ, પ્લાસ્ટિક સહિતનો
કચરો છુટો પાડી આખરી નિકાલ કરાતો હોવાથી ૨૬ ગામનો કચરો ઉપાડીને ગુડા દ્વારા
ડમ્પિંગ સાઇટ પર મોકલાશે. તેની પ્રોસેસ કરવાનો ચાર્જ પણ ગુડા પાસેથી વસૂલ કરવામાં
આવશે. આગામી દિવસોમાં કચરાની પ્રોસેસ માટે કેટલો ખર્ચ આવશે તે ગુડાને જણાવવામાં
આવશે. નોંધવું રહેશે કે ગાંધીનગર શહેર વિસ્તારમાં વ્યવસ્થા ગોઠવાયાના દાયકા ગુડાએ
ન્યુ ગાંધીનગર વિસ્તારમાં દરેક ઘરેથી કચરો ઉપાડવાની શરૃઆત કરી હતી. પરંતુ આ
વિસ્તારો મહાનગર પાલિકામાં ભેળવી દેવાતા તે કામગીરી બંધ કરાઇ છે. હવે ૨૬ ગામ પુરતી
આ વ્યવસ્થા નવેસરથી ગોઠવાઇ રહી છે.