વાણિજ્ય અને રહેણાંકનાં રૃપિયા૨.૬૨ અબજના ૭ પ્લોટ ગુડાએ વેચવા કાઢયાં
સરગાસણ અને કુડાસણ વિસ્તારમાં આવેલા
ટીપી સ્કીમ નંબર ૭માં પાંચ અને સ્કીમ નંબર ૬માં બે પ્લોટ પૈકી રહેણાંક હેતુનાં ૩ અને વાણિજ્ય હેતુના ૪ પ્લોટની ૨૦મી ડિસેમ્બરે હરાજી કરાશે
ગાંધીનગર શહેરી વિકાસ સતામંડળ જે પ્લોટની હરાજી કરશે. તેમાં
ટાઉન પ્લાનિંગ સ્કિમ નંબર ૭ના સરગાસણ વિસ્તારમાં આવેલા વાણિજ્ય હેતુનાં ૫,૧૭૦ ચોરસ મીટરના
પ્લોટ નંબર ૧૯૧ની તળિયાની કિંમત રૃપિયા ૬૨,૦૪,૦૦,૦૦૦ નિયત કરાઇ
છે. જ્યારે ૧,૯૭૧ ચોરસ
મીટરના પ્લોટ નંબર ૧૮૮ની તળિયાની કિંમત રૃપિયા ૨૧,૬૮,૧૦,૦૦૦ છે. રહેણાંક
હેતુનાં ૩,૭૫૭ ચોરસ
મીટરના પ્લોટ નંબર ૧૯૩ની તળિયાની કિંમત રૃપિયા ૩૨,૯૮,૬૪,૬૦૦, જ્યારે ૨૧૩૬ ચોરસ
મીટરના પ્લોટ નંબર ૧૯૪ની તળિયાની કિંમત રૃપિયા ૨૧,૮૦,૮૫,૬૦૦ અને ૧૨૯૯
ચોરસ મીટરના પ્લોટ નંબર ૧૭૬ની તળિયાની કિંમત રૃપિયા ૧૩,૦૫,૪૯,૫૦૦ નિયત કરાઇ
છે. બીજી બાજુ ટાઉન પ્લાનિંગ સ્કિમ નંબર ૬ના કુડાસણ વિસ્તારમાં બન્ને પ્લોટ
વાણિજ્ય હેતુનાં મુકાયા છે. તેમાં ૬,૫૭૭ ચોરસ
મીટરના પ્લોટ નંબર ૧૬૭ની તળિયાની કિંમત રૃપિયા ૭૨,૩૪,૭૦,૦૦૦ અને ૩,૨૧૯ ચોરસ મીટરના
પ્લોટ નંબર ૧૬૪ની તળિયાની કિંમત રૃપિયા ૩૮,૬૨,૮૦,૦૦૦ મુકરર
કરવામાં આવેલી છે.
ડિપોઝીટની જંગી રકમ સહિત બીડ ભરવા માટે માત્ર ૨૦ દિવસનો જ
સમય અપાયો
ગુડા તંત્ર દ્વારા છેલ્લે મળેલી બોર્ડ બેઠકમાં નાણા ભંડોળ
એકત્ર કરવા માટે જમીન વેચવા નિર્ણય કરાયો હતો. છેલ્લા છ મહિનાથી આ સંબંધેની કવાયત
ચાલી રહી હતી. આખરે હરાજી કરવા માટે ૨૦મી ડિસેમ્બર નિયત કરાઇ હતી. પરંતુ જેમાં
માત્ર વ્હાઇટનું પેમેન્ટ જ સ્વિકારવામાં આવે છે. તેવી આ હરાજી પ્રક્રિયામાં ભાગ
લેવા માટે ડેવલપર્સને માત્ર ૨૦ દિવસનો સમય આપવામાં આવ્યો છે. તારીખ ૧૬મી ડિસેમ્બર
સુધીમાં ૧૦ ટકા લેખે થતી ડિપોઝીટની જંગી રકમ અને ટેન્ડર ફીના રૃપિયા ૧૫ હજાર સહિત
બીડ ભરી દેવા માટે મોટા ગજાના બિલ્ડર્સ અને ડેવલપર્સે પણ દોડતાં થઇ જવાનું રહેશે.
સાત પૈકી એકમાં જ પ્લોટમાં તળિયાનો ચોરસ મીટરનો ભાવ ૧ લાખથી
ઓછો
ગુડાની દરખાસ્ત બાદ લોકેશન પ્રમાણે બજાર ભાવનો અભ્યાસ
કરવામાં આવ્યા બાદ લેન્ડ કમિટી દ્વારા હરાજીમાં મુકવાનાં પ્લોટ્સની તળિયાની કિંમત
નક્કી કરી આપવામાં આવે છે. ત્યારે સરગાસણ વિસ્તારમાં પાંચ અને કુડાસણ વિસ્તારમાં
આવેલા બે મળીને સાત પ્લોટ્સ હરાજીમાં મુકવામાં આવનાર છે. તેમાં રહેણાંક હેતુનાં
સરગાસણ સ્થિત ૧૯૩ નંબરનો એક જ પ્લોટ એવો છે. જેમાં તળિયાની કિંમત રૃપિયા ૧ લાખથી
ઓછી એટલે, કે ૮૭,૮૦૦ના ચોરમ
મીટરની છે. જ્યારે સરગાસણ અને કુડાસણ બન્ને વિસ્તારમાં વાણિજ્ય હેતુના પ્લોટમાં
ચોરસ મીટરના રૃપિયા ૧.૨૦ લાખ સુધી તળિયાની કિંમત છે.