Get The App

દાદા દાદી સાથે રહેતા પૌત્રનો ફાંસો ખાઇને આપઘાત

પિતાના અવસાન પછી માતાએ બીજા લગ્ન કરી લીધા હતા

Updated: Jan 16th, 2024


Google NewsGoogle News
દાદા દાદી સાથે રહેતા પૌત્રનો ફાંસો ખાઇને આપઘાત 1 - image

વડોદરા,પિતાના અવસાન પછી માતાએ બીજા લગ્ન કરી લેતા ૧૬ વર્ષનો કિશોર દાદા - દાદી સાથે હરણી વિસ્તારમાં રહેતો હતો. દાદાની ચ્હાની લારી પર તે મદદ કરતો હતો. ગઇકાલે સાંજે તેના દાદાએ લારી પર આવવા માટે પૌત્રને કોલ કરતા તેણે રિસિવ કર્યો નહતો. જેથી, દાદા ઘરે તપાસ કરવા માટે  ગયા હતા. ઘરે જઇને જોયું તો  રૃમનો દરવાજો બંધ હતો. દરવાજો ખોલીને જોયું તો પૌત્રએ મફલર વડે પંખા પર ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. જે અંગે હરણી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે, આપઘાતનું કારણ હજી જાણી શકાયું નથી. ઉલ્લેખનીય છે કે, તેના પિતાએ પણ ત્રણ વર્ષ પહેલા આપઘાત કરી લીધો હતો.


Google NewsGoogle News