Get The App

દહેગામ નજીક ગમખ્વાર અકસ્માતમાં દાદા અને દોહિત્રનું મોત : દાદી ગંભીર

Updated: Mar 4th, 2023


Google NewsGoogle News
દહેગામ નજીક ગમખ્વાર અકસ્માતમાં દાદા અને દોહિત્રનું મોત : દાદી ગંભીર 1 - image


ત્રણ ઇજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા જ્યાં બાઈક ચાલકનું સારવાર દરમિયાન મોત

ગાંધીનગર :  દહેગામ કપડવંજ રોડ ઉપર હરખજીના મુવાડા પાસે હાઇવે ઉપર બાઈક અને ડમ્પર વચ્ચે શનિવારે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ત્રણ વર્ષના માસુમ ભાણેજનું ઘટના સ્થળ ઉપર જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે ત્રણ ઇજાગ્રસ્તોને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં બાઈક ચાલકનું પણ મોત થયું હતું.

દહેગામ કપડવંજ હાઇવે ઉપર હરખજીના મુવાડા નજીક દહેગામ તરફ આવી રહેલું બાઈક સામેથી આવતા ડમ્પર સાથે ધડાકાભેર અથડાયું હતું. આ અકસ્માતને પગલે આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને ૧૦૮ ને જાણ કરી હતી. જોકે, સારવાર મળે તે પહેલા જ ત્રણ વર્ષના માસુમ ભાણેજનું ઘટના સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે ઇજાગ્રસ્ત તખતસિંહ કુબેરસિંહ સોલંકી યમુનાબેન તખતસિંહ સોલંકી તથા હિરલબેન તખતસિંહ સોલંકીને સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તખતસિંહનુ પણ મોત નીપજ્યું હતું. જ્યારે  યમુનાબેનને હાથમાં તેમજ હિરલને માથામાં ગંભીર ઇજાઓ થઈ હોવાથી બંને સારવાર હેઠળ છે. ૧૦૮ દહેગામ ૧ ના પાયલોટ જગતસિંહ સોલંકી તથા ઇએમટી કાળુસિંહ સોલંકી તથા દહેગામ ૨ ના પાયલોટ બળવંતસિંહ બિહોલા તથા ઇએમટી કાળુસિંહ સોલંકીની સતર્કતાથી હાલમાં બે વ્યક્તિઓના જીવ બચી ગયા છે. ઘટનાને પગલે પોલીસે સ્થળ ઉપર પહોંચી માસુમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવાની તજવીજ હાથ ધરી છે. અકસ્માત સર્જનાર ડમ્પરના ચાલક સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. મૃતક પિતા પુત્રી દહેગામ તાલુકાના લાલુજીની મુવાડી ગામના હોવાનું સામે આવ્યું છે.


Google NewsGoogle News