વડોદરા કોર્પોરેશનના જુના ચાર STPને GPCB ની 15 વખત નોટિસ

Updated: Feb 10th, 2024


Google NewsGoogle News


વડોદરા કોર્પોરેશનના જુના ચાર STPને GPCB ની 15 વખત નોટિસ 1 - image

- "ફિકલ કોલી ફોમ" બેક્ટેરિયાનું વધુ પડતું પ્રમાણ હોવાની નોટિસમાં ગંભીર નોંધ

વડોદરા,તા.10 ફેબ્રુઆરી 2024,શનિવાર

નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના માર્ચ 2023 ના હુકમ બાદ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના (1) અટલાદરા નવો, (2) અટલાદરા જુનો (3) ગાજરાવાડી અને (4) તરસાલી સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓની ટીમોએ અવારનવાર મુલાકાત લીધી છે અને હવે દર મહિને તેઓ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં દરેક વખતે પોલ્યુશન કંટ્રોલના નિયમોનો ખુલ્લેઆમ ભંગ થતો હોવાનું નોટિસમાં ગંભીર નોંધ લેવામાં આવી છે ત્યારે કોર્પોરેશનના ચાર સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટને 15 વખત નોટિસ આપી છે અને જેમાં "ફિકલ કોલી ફોમ"નું પ્રમાણ નિયત કરેલી માત્રા કરતા અનેક ઘણું વધારે હોવાનું જણાઈ આવ્યું છે. 

(1) પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓએ અટલાદરા પ્લાન્ટ(નવો) ની તારીખ 4 ઓગસ્ટ 2023 ના રોજ મુલાકાત લીધી હતી અને તારીખ1/9/2023ના રોજ કોર્પોરેશનને નોટીસ આપી હતી.

(2) અટલાદરા નવો સુવેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની તા. 1/7/2023 રોજ અધિકારીઓએ મુલાકાત લીધી અને તારીખ 27-7-2023 ના રોજ નોટીસ આપી હતી.

(3) અટલાદરા જુનો પ્લાન્ટની મુલાકાત તારીખ 5-10-2023 ના રોજ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓએ કરી હતી અને તારીખ 23/10/2023 ના રોજ નોટીસ આપી હતી.

(4) અટલાદરા સર્વે નંબર એક 491 થી 497 માં બનાવેલા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાતે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓ તારીખ 1-7-23 ના રોજ મુલાકાત લીધી હતી અને તારીખ 27-7-2023 ના રોજ નોટીસ આપી હતી.

(5) અટલાદરા સર્વે નંબર 491 થી 497 સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની છ ફેબ્રુઆરી 2023 ના રોજ ફરી મુલાકાત લીધી અને 15/6/2023 ના રોજ નોટીસ આપી હતી.

(6) અટલાદરા જુનો સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની 1/5/23 ના રોજ મુલાકાત લીધી અને તારીખ 11/5/23ના રોજ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડે નોટિસ આપી હતી.

(7) અટલાદરા સર્વે નંબર 491 થી 497 ના એસટીપી પ્લાન્ટની મુલાકાત તા.7/11/2022 અને 14/12/2022 ના રોજ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડે મુલાકાત લીધી હતી ત્યારબાદ તા.2/2/2023 ના રોજ નોટીસ આપી હતી.

(8) ગાજરાવાડી એસટીપીની તારીખ 5/10/2023 ના રોજ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીની ટીમે મુલાકાત લીધી અને તા.23/10/2023ના રોજ નોટિસ પાઠવી હતી.

(9) ગાજરાવાડી એસટીપીની 2/9/2023 ના રોજ મુલાકાત લીધી અને તારીખ 21/9/2023 ના રોજ નોટીસ આપી હતી.

(10) ગાજરાવાડી એસટીપીની તા.1/5/2023 ના રોજ મુલાકાત લીધી અને તા.11/5/2023ના રોજ નોટીસ આપી હતી.

(11) ગાજરાવાડી એસટીપી માટે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા તારીખ 1/7/2023 ના રોજ મુલાકાત લીધી અને એસટીપી વિભાગનેતા.27/7/2023ના રોજ નોટિસ આપી હતી. 

(12) તરસાલી સુવેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત તારીખ 2/9/2023 ના રોજ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓએ મુલાકાત લીધી ત્યારબાદ તારીખ 21/9/2023 ના રોજ નોટિસ ફટકારી હતી

(13) તરસાલી એસટીપીનું ચેકીંગતા.5/10/2023 ના રોજ કરવામાં આવ્યું અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડે તા.23/10/2023 ના રોજ નોટીસ આપી હતી.

(14) તરસાલી એસટીપીનું ફરી તા.3/11/2023ના રોજ ચેકીંગ કર્યું અને તા.16/11/2023ના રોજ નોટિસ ફટકારી હતી.

(15) તરસાલી એસટીપીનું ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓ દ્વારા તારીખ 4/12/2023 ના રોજ ચેકિંગ કરવામાં આવ્યું અને તા. 26/12/2023 ના રોજ નોટીસ પાઠવી પોલ્યુશન કંટ્રોલ બોર્ડના નિયમોનું ઉલ્લંઘન થયાની ગંભીર નોંધ લીધી હતી.


Google NewsGoogle News