ગોત્રીની કિશન એમ્બ્રોસિયા સાઇટના બિલ્ડર દંપતી સામે છેતરપિંડીની ફરિયાદ,જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા
વડોદરાઃ ગોત્રી સેવાસી રોડ પર કિશન એમ્બ્રોસિયા સાઇટના બિલ્ડર દંપતી સામે ગ્રાહકોએ બુકિંગની રકમ પરત નહિં કરી અથવા તો ફ્લેટ નહિં આપી છેતરપિંડી કર્યાના કરેલા આક્ષેપો બાદ ગોત્રી પોલીસે એક ડોક્ટરની ફરિયાદ લઇ દંપતીની ધરપકડ કરી હતી.
ગોત્રી કોલાબેરા પાછળ એલિગન્સ એપલ ખાતે રહેતા ડો.રાહુલ જોષીએ પોલીસને કહ્યું છેકે,કોરીયા ઇન્ફ્રા પ્રા.લિ.ના નામે કિશન એમ્બ્રોસિયા સાઇટની જાહેરાતનું બોર્ડ જોઇ મેં એક દુકાન બુક કરાવી હતી.જે પેટે રૃ.૧૦ લાખ નક્કી થયા હતા અને મેં બિલ્ડરને રૃ.૭.૨૧ લાખ ચૂકવ્યા હતા.
બિલ્ડરે મને રિસિપ્ટ આપી હીત અને એલોટમેન્ટ લેટર પણ આપ્યો હતો.પરંતુ બાનાખત કર્યું નહતું અને આ દુકાન વેચવી નથી તેમ કહી આપેલા ચેક પણ બાઉન્સ થયા હતા.જેથી પોલીસે લ્ડિર ભીખુ કિશનભાઇ કોરીયા અને તેની પત્ની શિલ્પા કોરીયા(બંને રહે.રાધે જ્ઞાાન ફ્લેટ્સ,અટલાદરા) સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી.
પીએસઆઇ કે સી બ્રહ્મભટ્ટે કહ્યું હતું કે,આરોપીને કોર્ટમાં રજૂ કરાતાં જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.પોલીસ દ્વારા પાસપોર્ટ કબજે લેવા કોર્ટને રજૂઆત કરવામાં આવનાર છે.જ્યારે બીજા ગ્રાહકોના નિવેદનો તેમજ પેમેન્ટના પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી ચાલુ છે.