ઘર છોડી ચાલ્યા જનાર કિશોરને CCTVના આધારે ગોરવા પોલીસે શોધી કાઢી પરિવાર સાથે મિલન કરાવ્યું

Updated: Jun 3rd, 2024


Google NewsGoogle News
ઘર છોડી ચાલ્યા જનાર કિશોરને CCTVના આધારે ગોરવા પોલીસે શોધી કાઢી પરિવાર સાથે મિલન કરાવ્યું 1 - image


Vadodara Police : વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં રહેતો 14 વર્ષનો સગીર ઘરે કોઈને જાણ કર્યા વિના નીકળી જતાં ચિંતિત પરિવારે ગોરવા પોલીસનો સંપર્ક સાધ્યા બાદ પોલીસે ગણતરીના કલાકોમાં ગુમ બાળકને કારેલીબાગ વિસ્તારમાંથી શોધી કાઢી પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.

 ગઈ તારીખ 29 મેના રોજ ફરિયાદીનો 14 વર્ષનો દીકરો ઘરે કોઈને કહ્યા વગર નીકળી ગયો હતો. જે અંગે પરિવારજનોએ ભારે શોધખોળ છતાં દીકરાની ભાળ ન મળતા અંતે ગોરવા પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો. 

ગોરવા પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર કે એન લાઠીયાની સૂચનાથી પોલીસે આ બાબતે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ઇ.પી.કો કલમ- 363 મુજબનો ગુનો નોંધી તપાસ આરંભી હતી. અને વહેલી તકે ગુમ બાળકને શોધી કાઢવા પોલીસે અલગ-અલગ ટીમો બનાવી સીસીટીવી અને હુમન સોર્સિસ શહેર આધારે માહિતી મેળવવા સાથે બાળકનુ પોસ્ટર બનાવી મીડીયામાં પ્રકાશિત કર્યું હતું. તેમજ ફરીયાદીને સાથે રાખી પોલીસે જાહેર સ્થળ જેવા કે, બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન, સીટી બસ સ્ટેશન, બગીચા, મોલ, ખાણીપીણીની જગ્યા વિગેરે ખાતે પણ તપાસ ચલાવી હતી. આ  દરમ્યાન ગુમ બાળક કારેલીબાગ ખાતે હોવાની માહિતી સાપડતા પોલીસે બાળકને શોધી કાઢી પરિવારને સોંપવાને સોંપવામાં આવ્યો હતો.


Google NewsGoogle News