વડોદરામાં મારક હથિયારો વડે મારામારી કરતા 6 માથાભારે ઈસમોની ધરપકડ કરતી ગોરવા પોલીસ
વડોદરા,તા.26 માર્ચ 2024,મંગળવાર
વડોદરા શહેરના ગોરવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મારક હથિયારો લઇ મારામારી કરનારા છ માથાભારે વ્યક્તિઓને પોલીસ ઇન્સ્પેક્ટર કિરીટભાઈ લાઠીયાની સૂચનાથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગોરવા પોલીસ સ્ટેશનની હદમાં અવારનવાર મારક હથિયારો લઈને મારામારી કરતા એવા માથાભારે ઈસમો સામે ગોરવા પોલીસે ડંડો ઉગામ્યો હતો. જેમાં પોલીસને મળેલી બાતમીના આધારે 6 વ્યક્તિને મારક હથિયારો સાથે ઝડપી લેવામાં આવ્યા હતા જેમાં 1) પીન્ટુ ઉર્ફે પ્રવીણ મકવાણા 2) મહેન્દ્ર ઉર્ફે ભોલો સોલંકી 3) નીતિન પરમાર 4) શંભુભાઈ પઢીયાર 5) મેઘનાથ ઉર્ફે મેઘો અને 6) રણજીત ઉર્ફે રાજુ સોલંકીની મારક હથિયારો સાથે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.