વડોદરાના તરસાલી વિસ્તારમાં બંધ મકાનમાંથી 1.81 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરી
image : Freepik
વડોદરા,તા.22 નવેમ્બર 2023,બુધવાર
તરસાલી વિસ્તારમાં રહેતા ઓટોપાર્ટના વેપારી પરિવાર સાથે વતનમાં ગયા હતા. ત્યારે તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. ચોરી તિજોરીમાંતી 1.81 લાખના સોના ચાંદીના દાગીના લઇને ફરાર થઇ ગયા હતા. જેથી વેપારીને મકાન માલિકે જાણ કરતા તેઓ પરત આવી ચોરીની પોલીસ ફરિયાદ નોંધાવી છે.
શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા રવી પાર્ક ચાર રસ્તા પાસે સંસ્કૃતિ ટેનામેન્ટમાં રહેતાત શાંતિલાલ મગનભાઇ બોડાએ ફરીયાદ નોંધાવી છે કે હુ કલાપી ચેમ્બર્સ નોવીનો બેટરીની સામે બાઇકના ઓટોપાર્ટનો ધંધો કરુ છું. ગત 13 નવેમ્બરના રોજ સવારના આશરે અગીયાર વાગ્યાના સુમારે અમારા મકાનને લોક મારી પરીવાર સાથે અમારા વતન મોરબી જિલ્લા ખાતે નવાબેલા(આમરણ) ગામે ગયા હતાં અને ત્યારબાદ તા.19ના રોજ સવારના અગિયાર વાગ્યાના સુમારે અમારા મકાન માલીક હિંમતભાઈ પટેલે ફોન કરી જણાવ્યું હતું કે, તમારા મકાનના દરવાજાની ઝાળીનો નકુચો તુટેલો છે અને મકાનમા ચોરી થઇ છે. જેથી અમે તાત્કાલિક મોરબીથી તાત્કાલીક સાંજના છ વાગ્યાના સુમારે અમારા ઘરે પરત દોડી આવ્યા હતા. ત્યારે મકાનના મુખ્ય દરવાજાની જાળીનો નકૂચો તુટેલો એ ઘરમાંસામાન વેરણ છેરણ હાલતમાં પડેલો હતો. જેથી તિજોરીમાં તપાસ કરતા મુકેલા 1.81 લાખના સોના-ચાંદીના દાગીનાની ગાયબ હતા. જેથી પોલીસે વેપારીની ફરિયાદના આધારે તસ્કરોનું પગેરુ મેળવવાની તજવીજ હાથ ધરી છે.