Get The App

ટ્રેનમાં ચડતી ચેન્નાઈની મહિલાના પર્સમાંથી સોનાના દાગીનાની ચોરી

Updated: Jun 26th, 2024


Google NewsGoogle News
ટ્રેનમાં ચડતી ચેન્નાઈની મહિલાના પર્સમાંથી સોનાના દાગીનાની ચોરી 1 - image

image : Freepik

Theft Case in Vadodara : તામિલનાડુના ચેન્નાઈ ખાતે ગાર્ડન સિટીમાં રહેતા સંધ્યાસીંગ દીપેન્દ્રસિંહ દિખીતને તારીખ 25 ના રોજ ભરૂચ જવાનું હોવાથી તેઓ વડોદરા રેલવે સ્ટેશન પર આવ્યા હતા અને જનરલ ટિકિટ લઈને સિકંદરાબાદ એક્સપ્રેસ પ્લેટફોર્મ નંબર એક પર આવતા ટ્રેનના પાછળના જનરલ કોચમાં ચડતા હતા. તે વખતે ગીરદીનો લાભ લઈ કોઈ ગઠીયો સંધ્યાસીંગે ખભા પર ભૈરવેલ પર્સની ચેન ખોલી અંદરથી બ્લુ કલરનું નાનું મનીપર્સ કોઈ ગઠીયો ઉઠાવી ગયો હતો.

આ મનીપર્સમાં પતિએ ગિફ્ટમાં આપેલ બે તોલા વજનના સોનાના કડા તેમજ બેંગલોરથી ખરીદેલ પાંચ ગ્રામનો સોનાનો કોઈન મળી કુલ 85,000 ના દાગીના તેમજ અન્ય પરચુરણ વસ્તુઓ હતી. આ અંગે સંધ્યાસીંગે વડોદરા રેલવે સ્ટેશન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News