વડોદરા: ન્યુ વીઆઇપી રોડ પર મકાનમાંથી 2.16 લાખના સોનાના દાગીનાની ચોરી

Updated: Mar 12th, 2024


Google NewsGoogle News
વડોદરા: ન્યુ વીઆઇપી રોડ પર મકાનમાંથી 2.16 લાખના સોનાના દાગીનાની ચોરી 1 - image


Image Source: Freepik

વડોદરા, તા. 12 માર્ચ 2024 મંગળવાર

વડોદરા ન્યુ વીઆઇપી રોડ પર આવેલી વૈકુઠમાં સોસાયટી રહેતો પરિવાર ઘરે તાળુ મારી બપોરે સંબંધીના ઘરે ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ તેમના મકાનને નિશાન બનાવ્યું હતું. સાંજના સમયે ઘરે ગયા હતા ત્યારે ઘરમાંથી સોનાના 2.16 લાખના સોનાના દાગીનાની ચોરી થઇ હોવાનું માલુમ પડ્યું હતું.

શહેરના ન્યુ વીઆઇપી રોડ પર આવેલા વૈકુઠ -2માં રહેતા ધવલ ગોવિંદભાઈ પ્રજાપતિએ ફરિયાદ નોંધાવી છે કે મારી ડીમાર્ટની પાછળ શિવ સીએનસી આર્ટ નામની ફર્નિચરની દુકાન છે. 

6 માર્ચના રોજ હુ મારા ઘરેથી સવારે દુકાન ઉપર ગયો અને મારી પત્ની ચંન્દ્રીકાબેન તથા દીકરી નામે વિધિ અમારા ઘરને આશરે બપોર ઘરને લોક મારી અમારા સંબંધી નામે સ્વીટીબેન પ્રવિણભાઈ મારૂના ઘરે મહેમાન ગતિ કરવા માટે ગયા હતા અને હું મારી દુકાન બંધ કરી સાંજના સમયે ઘરે ગયો હતો. તે દરમ્યાન મારા ઘરનો દરવાજો ખોલવા જતા તાળુ તુટેલું હતું. ઘરમા રાખેલી તિજોરીનો  સામાન વેરવિખેર કરેલો હતો અને તેમાં મુકેલા સોનના દાગીના કુલ રૂ.2.16 મત્તાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.


Google NewsGoogle News