ગોધરા મામલતદાર કચેરીનો ઓપરેટર લાંચ લેતા ઝડપાયો

રૃા.૭ હજારની લાંચ પૈકી અગાઉ રૃા.૧૫૦૦ પડાવ્યા હતા અને રૃા.૫૫૦૦ લેતાં જ એસીબીએ ઝડપી પાડયો

Updated: Sep 10th, 2024


Google NewsGoogle News
ગોધરા મામલતદાર કચેરીનો ઓપરેટર લાંચ લેતા ઝડપાયો 1 - image

ગોધરા તા.૧૦ ગોધરા શહેરની મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા કરાર આધારિત કોમ્પ્યુટર ઓપરેટરને રૃા.૫૫૦૦ની લાંચ લેતા લાંચ રુશ્વત વિરોધી બ્યૂરોએ રંગે હાથ ઝડપી પાડયો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ ગોધરા પાસે વડીલો પાર્જિત જમીન તકરારના કારણે ખાલસા થઇ  ગઇ હતી, જે જમીન રેવન્યૂ કોર્ટે નામ દાખલ કરવા હુકમ થયો હતો, આ હુકમ આધારે આ જમીનમાં ફેરફાર નોંધથી નામ દાખલ કરવા માટે મામલતદાર કચેરી ગોધરા ખાતે અરજી આપી હતી, જે જમીનમાં નામની ફેરફાર નોંધ દાખલ કરવા રેવન્યૂ રેકર્ડે કાચી નોંધ પાડવા માટે મયંક ઉર્ફે સાગર રમેશચંદ્ર રાણાએ  રૃા.૭,૦૦૦ની લાંચની માંગણી કરી હતી.

મયંક ઉર્ફે સાગર રાણાએ આ નોંધ પાડવા માટે રૃા.૧,૫૦૦ પ્રથમ લાંચ પેટે લીધા હતાં અને બાકીના રૃા.૫,૫૦૦ પછી આપવા જણાવ્યું હતું. લાંચની રકમ મયંક ઉર્ફે સાગરને આપવી નહી હોવાથી એસીબીનો સંપર્ક કરતાં ગાંધીનગર ફિલ્ડ એસીબી દ્વારા લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. દરમિયાન મયંક ઉર્ફે સાગર રમેશચંદ્ર રાણા હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારતાં જ એસીબીએ રંગે હાથ ઝડપી પાડયો હતો.




Google NewsGoogle News