ડિગ્રી મેળવવામાં બોયઝ કરતા ગર્લ્સ ઘણી આગળ નીકળી ગઈ

Updated: Jan 24th, 2024


Google NewsGoogle News
ડિગ્રી મેળવવામાં  બોયઝ કરતા ગર્લ્સ ઘણી આગળ નીકળી ગઈ 1 - image

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓમાં અભ્યાસ કરનારા સ્ટુડન્ટસમાં ગર્લ્સની સંખ્યા તો વધારે છે જ પણ ડિગ્રી મેળવવામાં પણ ગર્લ્સ છેલ્લા કેટલાક વર્ષોમાં  બોયઝ કરતા ઘણી આગળ નીકળી ગઈ છે.

યુનિવર્સિટીના ૭૨મા પદવીદાન સમારોહમાં પદવી લેનારા સ્ટુડન્ટસના આંકડા જાહેર થયા છે.જેમાં બેચરલ અને માસ્ટર ડિગ્રી મેળવનારાઓમાં ૭૦૩૮ ગર્લ્સ છે.જ્યારે ૫૮૫૭ બોયઝે ડિગ્રી પ્રાપ્ત કરી છે.

યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓની વાત કરવામાં આવે તો મોટાભાગની ફેકલ્ટીઓમાં ગર્લ્સનો દબદબો છે.લો, મેનેજમેન્ટ, ટેકનોલોજી અને સંસ્કૃત મહાવિદ્યાલય એમ ચાર જ ફેકલ્ટી એવી છે જ્યાં ડિગ્રી મેળવનારાઓમાં બોયઝની સંખ્યા વધારે છે.કોમર્સ, સાયન્સ અને આર્ટસ જેવી મોટી ફેકલ્ટીઓમાં તો ગર્લ્સે બોયઝને ક્યાંય પાછળ પાડી દીધા છે.

આ સિવાય એજ્યુકેશન સાયકોલોજી, હોમ સાયન્સ, ફાઈન આર્ટસ, જર્નાલિઝમ, મેડિસિન, પરફોર્મિંગ આર્ટસ, ફાર્મસી, સોશિયલ વર્કમાં પણ ગર્લ્સનો દબદબો યથાવત છે.

યુનિવર્સિટી સત્તાધીશોએ હજી ગોલ્ડ મેડલના આંકડા જાહેર કર્યા નથી પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ ગર્લ્સ ગોલ્ડ મેડલ મેળવવામાં પણ મોખરે હશે તેમ મનાઈ રહ્યુ છે.



Google NewsGoogle News