Get The App

કોમર્સમાં કાપલી સાથે પકડાયેલી વિદ્યાર્થિનીએ મહિલા સુપરવાઈઝરને બચકુ ભર્યુ

Updated: Apr 27th, 2024


Google NewsGoogle News
કોમર્સમાં કાપલી સાથે પકડાયેલી વિદ્યાર્થિનીએ મહિલા સુપરવાઈઝરને બચકુ ભર્યુ 1 - image

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં ગેરરીતિ કરતા પકડાયેલી વિદ્યાર્થિનીએ  મહિલા સુપરવાઈઝરને હાથ પર બચકુ ભરી લીધુ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.

મળતી વિગતો પ્રમાણે હાલમાં વિવિધ ફેકલ્ટીઓમાં એન્ડ સેમેસ્ટર પરીક્ષાઓ ચાલી રહી છે.સંખ્યાબંધ વિદ્યાર્થીઓ પરીક્ષામાં કાપલીઓ સાથે પણ પકડાઈ રહ્યા છે.ગેરરીતિનો એક ચકચારી કિસ્સો કોમર્સ ફેકલ્ટીની પરીક્ષામાં બન્યો હતો. કોમર્સ ફેકલ્ટીના એસવાયના વિદ્યાર્થીઓ હાલમાં ચોથા સેમેસ્ટરની પરીક્ષા આપી રહ્યા છે.પ્રાપ્ત જાણકારી અનુસાર શુક્રવારે એકાઉન્ટનુ પેપર હતુ.

મેઈન બિલ્ડિંગ ખાતે આ પરીક્ષા દરમિયાન એક વિદ્યાર્થિનીની શંકાસ્પદ હરકત જોઈને સુપરવાઈઝર તરીકે ફરજ બજાવી રહેલા એક મહિલા અધ્યાપકને શંકા ગઈ હતી. તેમણે આ વિદ્યાર્થિની પાસેથી કાપલી પકડી હતી અને આ દરમિયાન વિદ્યાર્થિનીએ તેમને હાથ પર બચકુ ભરી લેતા ચાલુ પરીક્ષાએ હોહા થઈ ગઈ હતી.ગભરાઈ ગયેલા સુપરવાઈઝર ફેકલ્ટી ડીન પાસે પણ પહોંચ્યા હતા.આ વિદ્યાર્થિની સામે પરીક્ષામાં ગેરરીતિ બદલ  કાર્યવાહી કરવામાં આવી હતી.આ અંગે જાણકારી મેળવવા માટે ફેક્લ્ટી ડીન પ્રો.કેતન ઉપાધ્યાયનો સંપર્ક થઈ શક્યો નહોતો.



Google NewsGoogle News