વડોદરા : યુવતીએ ડોક્ટરને મસાજ માટે કપડાં કઢાવી હની ટ્રેપમાં ફસાવ્યો, નકલી પોલીસે 10 લાખ માંગ્યા
Honey Trap Case Vadodara : વડોદરાના ગોત્રી વિસ્તારમાં હની ટ્રેપનો શિકાર બનેલા મેડિકલ ઓફિસરે આખરે પત્નીને વિશ્વાસમાં લઈ ગોત્રી પોલીસ સ્ટેશનને ફરિયાદ નોંધાવતા પોલીસે યુવતી અને બે ડુપ્લીકેટ પોલીસ સામે ગુનો દાખલ કર્યો છે.
ન્યુ સમા રોડ વિસ્તારમાં રહેતા અને ખાનગી કંપનીમાં મેડિકલ ઓફિસરને કહ્યું છે કે, દસ દિવસ પહેલા મારા ફેસબુક પર જુહી લબાના નામની યુવતીના નામે ફ્રેન્ડ રિક્વેસ્ટ આવતા મેં સ્વીકારી હતી. ત્યારબાદ આ યુવતીએ મને Hi નો મેસેજ મોકલ્યો હતો.
યુવતીએ કહ્યું હતું કે, 'હું મસાજનું કામ કરું છું અને એક કલાકના 1000 રૂપિયા લઉં છું. જો તમારે મસાજ કરાવવી હોય તો મારે ઘેર આવવું પડશે. જેથી તા.11મી રાત્રે આઠેક વાગે હું ગોત્રીના સંસ્કાર નગર ખાતે રહેતી યુવતીના ઘરે પહોંચ્યો હતો. આ વખતે યુવતીએ મારા કપડાં કઢાવ્યા હતા અને તે જ વખતે બે યુવકો અંદર આવ્યા હતા.
આ પૈકી એક યુવકે પોલીસ તરીકે ઓળખાણ આપી હતી અને આ ફ્લેટમાં યુવતી મોડે રાત સુધી બહારના યુવકોને બોલાવી ગોરખધંધા ચલાવે છે...તે તે મુજબની લોકોની અરજી છે તેમ કહી એક કાગળ બતાવ્યું હતું.
ગઠીયાએ પોલીસ સ્ટેશનના આવવું હોય તો રૂ.10 લાખ આપવા પડશે તેમ કહ્યું હતું. પરંતુ આ રકમ વધારે હોવાનું મેડિકલ ઓફિસરે કહેતા રૂ.2 લાખની માંગણી કરવામાં આવી હતી. બંને ઠગ મેડિકલ ઓફિસરને બાઈક પર તેને ઘેર લઈ ગયા હતા અને તેણે રોકડ નહીં હોવાથી એટીએમ મારફતે રૂ.1,00,000 ઉપાડીને આપ્યા હતા.
પોલીસના સ્વાંગમાં આવેલા બંને ઠગો ફરીથી યુવતીના ઘર પાસે ડોક્ટરને છોડી કાલ સુધીમાં રૂપિયા એક લાખ નહીં મળે તો બળાત્કારની ફરિયાદ નોંધાઈ જશે તેવી ધમકી આપી ચાલ્યા ગયા હતા. ડોક્ટરે પોતાની પત્નીને બનાવની જાણ કરી હતી. બીજે દિવસે જુહીનો ફોન આવ્યો હતો અને આઠ વાગ્યા સુધીમાં એક લાખ સમા અભિલાષા વિસ્તારમાં નહીં આપી જાય તો વીડિયો વાયરલ કરી દઈશ અને બળાત્કારની ફરિયાદ નોંધાવીશ તેવી ધમકી આપી હતી. ગોત્રી પોલીસે આ અંગે કાવ્યા અને પોલીસના સ્વાંગમાં આવેલા બે ઠગ સામે ગુનો નોંધ્યો છે.