ઝાડા ઉલટીની સારવાર દરમિયાન યુવતીનું મોત
દૂષિત પાણીના કારણે મોત થયું હોવાનો પરિવારજનોનો આક્ષેપ
વડોદરા,ખોડિયાર નગર ચાર રસ્તા પાસે ગોવિંદ નગરમાં રહેતી ૨૦ વર્ષની યુવતીને ઝાડા ઉલટી થયા બાદ સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેનું મોત થયું છે.
બનાવની મળતી માહિતી મુજબ, ખોડિયાર નગર ચાર રસ્તા પાસે ગોવિંદ નગરમાં રહેતી ચંદ્રિકા રમેશભાઇ રાઠવાને ઝાડા ઉલટી થતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ગઇકાલે દાખલ કરવામાં આવી હતી. આજે સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. પરિવારજનોનો આક્ષેપ હતો કે, દૂષિત પાણીના કારણે મોત થયું છે. જોકે, પરિવારના અન્ય સભ્યોને ઝાડા ઉલટી થયા નહતા.