મહિલાની સતામણી કરનારા જેટકોના અધિકારીની રાજકોટ બદલી કરી દેવાઈ

Updated: Apr 11th, 2024


Google NewsGoogle News
મહિલાની સતામણી કરનારા જેટકોના અધિકારીની રાજકોટ બદલી કરી દેવાઈ 1 - image

વડોદરાઃ રાજ્ય સરકારની વીજ કંપની જેટકો( ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન)ના વડોદરા સ્થિત હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા એક અધિકારી પર મહિલાની હેરાનગતિ અને સતામણીના આરોપ લાગ્યા હતા અને એ પછી આ અધિકારીની પશ્ચિમ ગુજરાત વીજ કંપનીમાં બદલી કરી દેવામાં આવી હોવાની ઘટનાએ કર્મચારી આલમમાં ખળભળાટ મચાવ્યો છે.

કર્મચારી આલમમાં ચાલતી ચર્ચા પ્રમાણે આ અધિકારીની ચારેક વર્ષ પહેલા વડોદરાના જેટકો હેડક્વાર્ટર ખાતે નિમણૂંક થઈ હતી.અધિકારી સામે એક મહિલા કર્મચારીએ જેટકોના સત્તાધીશોને ફરિયાદ કરી હતી.જેમાં મહિલા કર્મચારીનુ કહેવુ હતુ કે, અધિકારી મને કામ વગર બેસાડી રાખતા હતા, વોટસએપ પર મેસેજ મોકલતા હતા અને મારી બદલી પણ કરી નાંખી હતી.

એવુ કહેવાઈ રહ્યુ છે કે, આ મહિલા કર્મચારીની ફરિયાદને અન્ય કેટલીક મહિલા કર્મચારીઓએ પણ સમર્થન આપ્યુ હતુ અને અધિકારી સામે થયેલા આક્ષેપોના પગલે જેટકોના સત્તાધીશો પણ ચોંકી ઉઠયા હતા.મહિલાએ ફરિયાદના સમર્થનમાં એક રેકોર્ડિંગ પણ રજૂ કર્યુ હતુ.

જેના પગલે પાંચ દિવસ પહેલા આ અધિકારીની ફરી એક વખત પશ્ચિમ ગુજરાત વીજ કંપનીમાં રાજકોટ ખાતે બદલી કરવામાં આવી છે.અધિકારીની સામે રાજકોટ ખાતે પણ આંતરિક અસંતોષ અને કચવાટ જોવા મળી રહ્યો છેે.બીજી તરફ અધિકારી સામે કંપની દ્વારા બદલી કરવાની સાથે સાથે ખાતકીય તપાસ પણ શરુ કરવામાં આવી છે.



Google NewsGoogle News