વડોદરામાં જવાહરનગર તથા ગોરવા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમા જનરલ કોમ્બીંગ આયોજન કરાયું

Updated: Oct 27th, 2023


Google NewsGoogle News
વડોદરામાં જવાહરનગર તથા ગોરવા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમા જનરલ કોમ્બીંગ આયોજન કરાયું 1 - image

વડોદરા,તા.27 ઓક્ટોબર 2023,શુક્રવાર

વડોદરા શહેરમાં દિન પ્રત્યે દિન વધતા ગુનાઓને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનર દ્વારા દરેક વિસ્તારમાં કોમ્બિંગ કરવાની સુચના આપવામાં આવી હતી. અંતર્ગત ગુરુવારે રાત્રિના સમયે નાયબ પોલીસ કમિશ્નર જુલી કોઠીયા તથા મદદનીશ પોલીસ કમિશ્નર આર.ડી.કવાની અધ્યક્ષતામા જવાહરનગર પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.એન.શેખ તથા ગોરવા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ એમ.આર.સંગાડા તથા જવાહરનગર પો.સ્ટે.ના પીએસઆઈ જે.પી.વાંઝવાલા તથા સ્ટાફના માણસો ગોરવા તથા જવાહરનગર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં જનરલ કોમ્બીંગ કરવામાં આવ્યુ હતું. જેમાં હિસ્ટ્રી સિટરોને ચેક કરવામાં આવ્યા હતા ઉપરાંત દારૂ ના કેસ તથા વાહન ચેકિંગ પણ કરવામાં આવ્યું હતું. જવાહરનગર પોલીસ સ્ટેશન દ્વારા રાજુ રાણા ઉર્ફે બેટરી ઉદેસિંગ રાણા વિરૂધ્ધમા પ્રોહીબીશન એક્ટ કલમ 66-1-બી,85 મુજબ ગુનો નોધાઇ છે. સદ્દામ અસ્તમખાન રાઠોડ વિરૂધ્ધમા સી.આર.પી.સી.કલમ 107 મુજબ અટકાયતી પગલા લેવાયા છે તથા સોહિલ રણજીતસિંહ રાઠોડ વિરૂધ્ધમા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબનો ગુનો નોંધાયો છે.


Google NewsGoogle News