સેક્ટર-30ની સરકારી વસાહતમાં ભર બપોરે ઘરમાં ઘૂસી ગઠિયાએ ચોરી કરી

Updated: Jul 26th, 2024


Google NewsGoogle News
સેક્ટર-30ની સરકારી વસાહતમાં ભર બપોરે ઘરમાં ઘૂસી ગઠિયાએ ચોરી કરી 1 - image


ગાંધીનગરમાં ગઠિયાઓનો તરખાટ યથાવત

મહિલા બાથરૃમમાં કપડા ધોઈ રહ્યા હતા તે દરમિયાન ઘરમાં પ્રવેશી મંગળસૂત્ર અને રોકડ રકમ ચોરી

ગાંધીનગર :  ગાંધીનગર શહેરમાં ચોરીની ઘટનાઓ વધી રહી છે ત્યારે શહેરના સેક્ટર ૩૦માં આવેલી ચ ટાઈપની સરકારી વસાહતમાં ભર બપોરે ઘરમાં ઘૂસીને ગઠિયાએ મહિલાનું મંગળસૂત્ર અને રોકડ રકમ મળીને પાંચ હજારની મત્તા ચોરી લીધી હતી. જે સંદર્ભે સેક્ટર ૨૧ પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

ગાંધીનગર શહેરમાં ઘરફોડ ચોરીના બનાવો વધી રહ્યા છે ત્યારે હવે બપોરના સમયે પણ વસાહતીઓની નજર ચૂકવીને ચોરીની ઘટનાઓ બનવા પામી રહી છે ત્યારે શહેરના સેક્ટર ૩૦માં આવેલી ચ ટાઈપની સરકારી વસાહતમાં ચોરીની ઘટના બનવા પામી છે. જે સંદર્ભ નવા સચિવાલય બ્લોક નંબર પાંચમાં સામાજિક ન્યાય વિભાગમાં આઉટસોસગથી કામ કરતા ચંદ્રકાંત દિનકરલાલ વિદ્વાન દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે, ગઈકાલે તેઓ તેમની કચેરીમાં હાજર હતા તે સમયે તેમની પત્નીએ ફોન કરીને બપોરના સમયે ઘરમાં ચોરી થઈ હોવાની જાણ કરી હતી. જેના પગલે તેઓ તાત્કાલિક ઘરે પહોંચ્યા હતા અને પત્નીને પૂછતા તેણે કહ્યું હતું કે, તે બાથરૃમમાં કપડાં ધોવા માટે ગયા હતા આ દરમિયાન ઘરમાં આવતા રૃમમાં કબાટ ખુલ્લું જોયું હતું અને ચાંદીનું મંગળસૂત્ર તેમજ પર્સમાં મુકેલા ૧૯૦૦ રૃપિયા રોકડા જણાયા ન હતા ત્યારબાદ ઘરની પાછળ આવેલા કમ્પાઉન્ડમાં જઈને જોતા ત્યાં પર્સ ખુલ્લા મળી આવ્યા હતા. જેથી હાલ તો આ સંદર્ભે સેક્ટર ૨૧ પોલીસ દ્વારા અજાણ્યા ચોર સામે ગુનો દાખલ કરીને તેની શોધખોળ શરૃ કરવામાં આવી છે.


Google NewsGoogle News