Get The App

ગાજરાવાડીના ગેસ હોલ્ડર સ્ટેશનની બહાર CNG પંપ ઉપર ગેસ સિલિન્ડર લીકેજ થતાં નાસભાગ, ઓફિસના કાચ તૂટ્યા

Updated: Aug 22nd, 2024


Google NewsGoogle News
ગાજરાવાડીના ગેસ હોલ્ડર સ્ટેશનની બહાર CNG પંપ ઉપર ગેસ સિલિન્ડર લીકેજ થતાં નાસભાગ, ઓફિસના કાચ તૂટ્યા 1 - image

વડોદરાઃ ગાજરાવાડી ખાતે આવેલા ગેસ હોલ્ડર સ્ટેશનની બહાર આવેલા સીએનજી પંપ ઉપર આજે સાંજે લોડેડ સિલિન્ડરનો વાલ્વ લીકેજ થતાં મોટી દુર્ઘટના થતાં રહી  ગઇ હતી.

ગાજરાવાડી ખાતેના કોર્પોરેશને બનાવેલા ગેસ હોલ્ડર સ્ટેશનમાંથી ઘરેલુ વપરાશનો ગેસ સપ્લાય તેમજ સિલિન્ડરો રીફિલ કરવામાં આવે છે.આ સ્ટેશનની બહાર વડોદરા ગેસ લિમિટેડનો સીએનજી પંપ આવેલો છે.

આજે સાંજે ગેસ સ્ટેશનમાંથી ગેસ સિલિન્ડરો ભરીને એક વાહન નીકળવાની તૈયારીમાં હતું ત્યારે જ એક સિલિન્ડરનો વાલ્વ ધડાકાભેર લીકેજ થતાં ગભરાયેલા વાહનચાલકો અને અન્ય રાહદારીઓએ નાસભાગ કરી હતી.

ગેસનો ફોર્સ વધુ હોવાથી ઓફિસની બારીઓના કાચ તૂટી ગયા હતા.ગેસ સ્ટેશનને ્અડી ને જ ફાયર સ્ટેશન આવેલું છે.જેથી ગેસ વિભાગ અને ફાયર બ્રિગેડે તરત જ સ્થિતિ સંભાળી લેતાં લોકોએ રાહત અનુભવી હતી.


Google NewsGoogle News