વડોદરામાં ગરબાનો સમય રાત્રે 12:00 વાગ્યા સુધીનો જ રહેશે: પોલીસ કમિશનરની ગરબા આયોજકો સાથે બેઠક

Updated: Oct 12th, 2023


Google NewsGoogle News
વડોદરામાં ગરબાનો સમય રાત્રે 12:00 વાગ્યા સુધીનો જ રહેશે: પોલીસ કમિશનરની ગરબા આયોજકો સાથે બેઠક 1 - image


- મહિલા પોલીસ, શી ટીમ અને અભયમ ખેલૈયાઓના ડ્રેસમાં બંદોબસ્ત જાળવશે : ખેલૈયાઓનું હેલ્થ ચેકઅપ કરવા સુચના

વડોદરા,તા.12 ઓક્ટોબર 2023,ગુરૂવાર

વડોદરા શહેરમાં આયોજિત ગરબાના આયોજકો સાથે આજે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે એક બેઠક યોજી હતી જેમાં ખેલૈયાઓના હેલ્થ ચેકિંગ ટ્રાફિક સમસ્યા અને સમય મર્યાદા અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા થઈ હતી. ત્યારબાદ પોલીસ અધિકારી મનોજ નીનામાએ જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટે રાત્રે 12 વાગ્યા સુધી જ ગરબાનો સમય નક્કી કર્યો છે તેના પ્રમાણે આદેશનું પાલન કરવાનું રહેશે. 

વડોદરામાં ગરબાનો સમય રાત્રે 12:00 વાગ્યા સુધીનો જ રહેશે: પોલીસ કમિશનરની ગરબા આયોજકો સાથે બેઠક 2 - image

તેમણે જણાવ્યું કે મહિલાઓની સુરક્ષા માટે મહિલા પોલીસ કર્મચારીઓ તેમજ "શી" ટીમ અભયમ ની ટીમ ખેલૈયાઓના ડ્રેસ પહેરી બંદોબસ્ત રાખશે. ગરબાના સ્થળે ખેલૈયાઓના હેલ્થ ચેકઅપ માટે ખાસ ધ્યાન રાખવા ગરબા આયોજકોને અપીલ કરી છે. ગરબાના સ્થળે ટ્રાફિક સમસ્યા સર્જાઇ નહીં તેને ધ્યાનમાં રાખીને પોલીસ વિભાગ અને ગરબા આયોજક સુવ્યવસ્થા ગોઠવશે સાથે સાથે ગરબા છૂટ્યા પછી લોકો તેમના ઘરે સુરક્ષિત રીતે પહોંચે ત્યાં સુધી પોલીસ બંદોબસ્ત યથાવત રાખવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે વડોદરા શહેરમાં શેરી ગરબાનું પણ આગવું મહત્વ છે જેને ધ્યાનમાં રાખી દરેક શેરી ગરબાના સ્થળે પણ જરૂરી પોલીસ બંદોબસ્ત અને મહિલા પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત રાખવામાં આવશે.


Google NewsGoogle News