વડોદરામાં ગરબા મહોત્સવમાં વિધર્મી યુવકો પણ ગરબા રમતા હોવાની વાતથી હોબાળો

હેરિટેજ ગરબા ફેસ્ટિવલ અને યુનાઇટેડ વેમાં વિધર્મીઓ ગરબે ઘુમે છે તેવી પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ

Updated: Oct 19th, 2023


Google NewsGoogle News
વડોદરામાં ગરબા મહોત્સવમાં વિધર્મી યુવકો પણ ગરબા રમતા હોવાની વાતથી  હોબાળો 1 - image


વડોદરા : લક્ષ્મીવિલાસ પેલેસ કેમ્પસમાં મોતિબાગ ગ્રાઉન્ડ પર આયોજીત 'હેરિટેજ ગરબા ફેસ્ટિલવ' અને 'યુનાઇટેડ વે'માં  વિધર્મીઓ ગરબે રમતા હોવાની માહિતી સોશિયલ મીડિયા પર વાયુવેગે પ્રસરી જતા ગરબા આયોજકો અને હિન્દુવાદી સંગઠનોની પોલ ખુલી જવા પામી છે.

છેલ્લા ઘણા વર્ષોથી નવરાત્રિ જેવા હિન્દુઓના ધાર્મિક મહોત્સવ ગરબામાં વિધર્મી યુવકો પણ આવીને હિન્દુ યુવતીઓ સાથે ગરબા રમતા હોવાની અને લવ જેહાદ કરતા હોવાની ફરિયાદો થતાં આ વર્ષે હિન્દુવાદી સંગઠનોએ દરેક ગરબા મેદાનો ઉપર ચેકિંગ કરવાનો ક્રમ બનાવ્યો છે. આ ઉપરાંત ગરબા આયોજકો અને પોલીસને પણ વિધર્મી યુવકો ગરબા મેદાનમાં ઘુસે નહી તેની તકેદારી રાખવા માટે કહેવામાં આવ્યુ છે તેમ છતાં પણ વડોદરામાં એલવીપી હેરિટેજ ગરબા ફેસ્ટિવલમાં વિધર્મી યુવકો ખુલ્લેઆમ ગરબે ઘુમી રહ્યા હોવાની ફરિયાદો ઉઠી છે. તેમાં પણ આજે એક વિધર્મી યુવકે તેના ઇનસ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર એલવીપી હેરિટેજ ગરબા મેદાન પર હિન્દુ યુવતીઓ સાથે ગરબે રમતો હોય તેવો ફોટો પણ પોસ્ટ કર્યો હતો અને બીજા ફોટોમાં પણ ગરબા મેદાન પર હિન્દુ યુવતીઓની સાથે નજરે પડે છે. બીજી તરફ સોશિયલ મીડિયામાં અશ્લીલ વીડિયો પોસ્ટ કરીને જાણીતી બનેલી વડોદરાની એક વિધર્મી યુવતી પણ યુનાઇટેડ વેમાં ગરબે રમતી હોય તેવો વીડિયો વાયરલ થયો છે.

ખેલૈયાઓના પાસ બનાવતી વખતે તેનું આધારકાર્ડ પણ જરૃરી હોવા છતાં વિધર્મી યુવકોના રમવા માટેના પાસ કઇ રીતે બની ગયા તે પણ ચર્ચાનો વિષય છે. આ ઉપરાંત ગરબા મેદાન પર તિલક કરીને જ ખેલૈયાઓને પ્રવેશ આપવાનો નિયમ બનાવ્યો છે પરંતુ  ઇનસ્ટાગ્રામ પોસ્ટમાં વિધર્મી યુવકે કપાળ ઉપર તિલક નથી. જો કે ઇનસ્ટાગ્રામ પોસ્ટની સત્યતા કેટલી છે તે હવે પોલીસ તપાસનો વિષય છે.


Google NewsGoogle News