પૂર જેવી આફતમાં ગરબે ઘૂમતાં લોકોનો વીડિયો વાયરલ થતાં સોશિયલ મીડિયા પર ચર્ચા છંછેડાઈ
Garba in Flood Viral Video| વડોદરામાં પૂરના વિનાશકારી દ્રશ્યો વચ્ચે કેટલાક લોકો પૂરના પાણીમાં ગરબા રમી રહ્યા હોવાનો વિડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
વડોદરાઃ ઢીંચણ સમા પાણીમાં પણ ગરબા કરતા લોકોનો વીડિયો વાયરલ#Vadodara #Garba #viralvideo pic.twitter.com/JIatdqrpPT
— DD News Gujarati (@DDNewsGujarati) August 30, 2024
ગુજરાતીઓ ગરબા પ્રેમી છે અને વડોદરાવાસીઓ પણ તેમાં અપવાદ નથી.ઉલટાનું વડોદરાના ગરબા તો આખી દુનિયામાં પ્રસિધ્ધ છે.કોઈ પણ સારો પ્રસંગ હોય તો વડોદરાના લોકો ગરબે ઘૂમવાની તક ઝડપી જ લેતા હોય છે પણ પૂરની વચ્ચે ગરબાની રમઝટનો વિડિયો આશ્ચર્યમાં મૂકી રહ્યો છે.
આજે સવારથી આ વિડિયો વાયરલ થઈ રહ્યો છે.જન્માષ્ટમીની ઉજવણી દરમિયાન લોકો ગરબે ઘૂમ્યા હોય તેવું લાગી રહ્યું છે.કારણકે એક તરફ ગરબા ચાલી રહ્યા છે અને બીજી તરફ જન્માષ્ટમીના મટકી ફોડના કાર્યક્રમ માટે મટકી બાંધવાની કવાયત ચાલી રહેલી દેખાય છે.
જોકે આ વિડિયો શહેરના કયા વિસ્તારનો છે તે જાણવા મળ્યું નથી પરંતુ સોશિયલ મીડિયા પર તેને ભરપૂર શેર કરવામાં આવી રહ્યો છે.તેને જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયા આપી રહ્યા છે.કેટલાક તેને વડોદરાના ગરબા પ્રેમી મિજાજ તરીકે ઓળખાવી રહ્યા છે તો કેટલાક તેને ગાંડપણ અને ઘેલછામાં ખપાવી રહ્યા છે.