પેટ્રોલિયમ યુનિવર્સિટી રોડ પરના છાપરામાંથી ગાંજો ઝડપી લેવાયો

Updated: Oct 29th, 2023


Google NewsGoogle News
પેટ્રોલિયમ યુનિવર્સિટી રોડ પરના છાપરામાંથી ગાંજો ઝડપી લેવાયો 1 - image


ધમધમતા ઇનસ્ટિટયુશનલ ઝોનમાં

છાપરાની અડીને આવેલા મંદિરમાં સેવા પૂજા કરતાં વૃદ્ધ દ્વારા જ ગાંજો વેચાતો હોવાની બાતમી મળી હતી

ગાંધીનગર : ગાંધીનગરની ભાગોળે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની શૈક્ષણિક સંસ્થાઓથી ધમધમતા ઇન્સ્ટિટયુશનલ ઝોનના વિસ્તારમાં પંડિત દિનદયાલ એનર્જી યુનિવર્સિટી રોડ પર મંદિરમાં સેવા પુજા કરતાં અને એક દિવાલે બાંધેલા છાપરામાં રહેતા વૃદ્ધ દ્વારા ગાંજાનું વેચાણ કરવામાં આવતું હોવાની માહિતી મળતા પોલીસે રેડ કરીને છાપરામાંથી ગાંજા સાથે ઝડપી લઇ નાર્કોટીક્સ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

ઇન્ફોસિટી પોલીસ દ્વારા આ સંબંધમાં ૮૦ વષય અબાજી મુળાજી વણઝારા નામના વૃદ્ધની ધરપકડ કરવામાં આવી હતી. સિગેન્ચર બ્રિજની નજીક આવેલા રામદેવપીરના મંદિર પાસેના તેના છાપરામાં રેડ કરવામાં આવી ત્યારે તપાસ દરમિયાન અનાજ ભરવાના પીપને ખોલીને જોતાં તેમાં પ્રથ દષ્ટિએ બાજરી ભરેલી જણાઇ હતી. પરંતુ તપાસતાં તેમાંથી પ્લાસ્ટિકની કોથળી મળી આવી હતી. જેને ખોલતાં તેમાંથી ૬૯ ગ્રામ જેટલો ગાંજો મળી આવ્યો હતો. જેના પગલે પોલીસે તેની ધરપકડ કરવા સાથે મોબાઇલ ફોન પણ જપ્ત કર્યો હતો. દરમિયાન ઝુંપડામાં વીજળીનું જોડાણ મેટ્રો ટ્રે સંબંધેના કામ દરમિયાન કપાઇ ગયું હોવાથી અહીં મંદિરના વીજ મીટરમાંથી જોડાણ લઇ લેવામાં આવ્યુ હોવાનું પણ વૃદ્ધની પૂછપરછ દરમિયાન ખુલવાના પગલે વીજ મીટર પણ જપ્ત કરવામાં આવ્યુ હતું.

પોલીસ દ્વારા રેડ કરવા સમયે સરકારી પંચો ઉપરાંત એફએસએલના અધિકારીને સાથે રાખવામાં આવ્યા હતાં. તેમણે ભૌતિક પરીક્ષમ કીટના ઉપયોગ દ્વારા તપાસ કરીને પ્રાથમિક દષ્ટિએ ગાંજો હોવાનું જણાવ્યુ હતું. નોંધવું રહેશે, કે રાજ્યના શૈક્ષમિક હબ સમાન આ વિસ્તારમાં નશીલા પદાર્થોનું ચલણ વધ્યુ હોવાની વાત નવી રહી નથી.


Google NewsGoogle News