વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં યુવતી પર સામુહિક બળાત્કાર : બે નરાધમની અટકાયત

Updated: Oct 9th, 2023


Google NewsGoogle News
વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં યુવતી પર સામુહિક બળાત્કાર : બે નરાધમની અટકાયત 1 - image

image : Freepik

- ટિફિન આપવા આવેલી યુવતીને કેફી પદાર્થ મિશ્રિત જ્યુસ પીવડાવ્યા બાદ બળાત્કાર

વડોદરા,તા.9 ઓક્ટોબર 2023,સોમવાર

વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં ફરીવાર સંસ્કારી નગરીને લાંછન લગાવતી ઘટના બનવા પામી છે. કારેલીબાગ વિસ્તારમાં ગતરાત્રિના એક યુવતી સાથે ગેંગરેપ ગુજારવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. નરાધમોએ યુવતીને જ્યુસમાં નસીલો પદાર્થ પીવડાવીને સામુહીક રીતે બળાત્કાર કરાયો હતો. પોતાની હવસ સંતોષાઈ ગયા બાદ બળાત્કારીઓ યુવતીને સ્થળ પર છોડીને જ ભાગી ગયા હતા. યુવતી ભાનમાં આવતા તેના પર કપડા ન હતા. તેથી તેને સારવાર માટે એસએસજીમાં દાખલ કરવાના આવી છે. કારેલીબાગ પોલીસે ગણતરીના કલાકોમાં જ બળાત્કારીઓને રાઉન્ડ અપ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા શહેરના નવલખી મેદાનમાં ચાર વર્ષ પહેલા થયેલા ગેંગ રેપે સમગ્ર શહેરમાં ચર્ચા જગાવી હતી. બે વર્ષ અગાઉ વેક્સિન ગ્રાઉન્ડમાં પણ નવસારીની યુવતી સાથે ગેંગરેપ કરવામાં આવ્યો હતો. જેમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ અંગે તપાસના આદેશ આપ્યો હતો. જોકે આ કેસમાં એક સંસ્થા પણ શંકાના દાયરામાં આવી હતી. ત્યારે ફરી સંસ્કારી નગરી વડોદરાને લજવતી હોય તેવી ઘટના શહેરના કારેલીબાગ વિસ્તારમાં બનવા પામી છે.

શહેરના છાણી વિસ્તારમાં રહેતી યુવતી તેના પરિચિત યોગેશ નામના મિત્ર સાથે જૈન મંદિર ખાતે રવિવારે રાત્રિના સમયે ટિફિન આપવા માટે આવી હતી. દરમિયાન યોગેશે યુવતીને જ્યુસ પીવડાવવા માટે દુકાને લઈ ગયો હતો અને તેના જ્યુસમાં કોઈ કેફી પદાર્થ નાખીને પીવડાવી દીધો હતો. જેના કારણે યુવતી અર્ધ બેભાન અવસ્થામાં આવી ગઈ હતી. તે દરમિયાન યોગેશએ તેના કોઈ મિત્રને બોલાવીને યુવતી પર સામુહિક રીતે બળાત્કાર ગુજાર્યો હતો. વારંવાર દુષ્કર્મ ગુજાર્યા બાદ તેમની હવસ સંતોષાઈ જતા નરાધમો યુવતી નિર્વસ્ત્ર હાલતમાં સ્થળ પર છોડીને જતા રહ્યા હતા.

દરમિયાન યુવતી ભાનમાં આવી હતી ત્યારે તેના શરીર પર કપડાં ન હતા. તેણીને શારીરિક ઈજાઓ પહોંચી હોવાથી તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પોલીસમાંથી મળતી માહિતી મુજબ યુવતીની ફરિયાદના આધારે કારેલીબાગ પોલીસે ગણતરીના કલાકોમાં જ દુષ્કર્મ ગુજારનાર બે નરાધમોને ઝડપી પાડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.


Google NewsGoogle News