વડોદરાના મકરપુરામાંથી વાન ચોર્યા બાદ સુલતાનપુરાની દુકાનમાં ચોરી કરનાર ગેંગ પકડાઈ
વડોદરા,તા.17 ફેબ્રુઆરી 2024,શનિવાર
વડોદરાના ન્યાય મંદિર નજીક આવેલા સુલતાનપુરામાં દુકાનના તાળા તોડી રોકડ અને જ્વેલરીની ચોરીના બનાવવાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે.
સુલતાનપુરા નજીક આવેલી શિવ કંગન સ્ટોર નામની દુકાનમાં ગઈ તા.4 થીએ ચોરીનો બનાવ બન્યો હતો. જેમાં ચોરો અને જ્વેલરી મળી રૂ.સવા લાખની મતા ચોરી ગયા હતા. જે બનાવવાની તપાસ દરમિયાન એક મારુતિ વાન શંકાસ્પદ હાલતમાં જણાઈ હતી.
ક્રાઈમ બ્રાન્ચની ટીમે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરતા મકરપુરાના ઘાઘરેટીયા વિસ્તારમાંથી ચોરાઈ હોવાની વિગતો જાણવા મળી હતી. પોલીસે વાન ચોરી કરનાર ગેંગના સાગરિતોની પણ ફોટા સાથેની માહિતી મેળવી હતી.
પોલીસે વોચ રાખી તનવીર હુસેન વાઘેલા, શેહબાજ પઠાણ અને ઈકરમા દૂધવાલા (ત્રણે રહે એકતા નગર, આજવા રોડ) ને ઝડપી પાડ્યા હતા. જ્યારે, તેમના ત્રણ સાગરીતોની શોધખોળ જારી છે. ત્રણેય આરોપી અગાઉ પણ ચોરીના કેસોમાં સંડોવાયેલા હોવાની પોલીસને માહિતી મળી છે.