ગણેશોત્સવ ઈફેક્ટ : ફૂલગોટા સહિત મોદક, અન્ય મીઠાઈના ભાવ આસમાને

Updated: Sep 19th, 2023


Google NewsGoogle News
ગણેશોત્સવ ઈફેક્ટ :  ફૂલગોટા સહિત મોદક, અન્ય મીઠાઈના ભાવ આસમાને 1 - image

image : Freepik

- ફુલ ગોટા સહિત અન્ય ફૂલ બજારમાં તેજી: ગ્રાહકોની ભારે ભીડ

વડોદરા,તા.19 સપ્ટેમ્બર 2023,મંગળવાર

વિઘ્નહર્તા શ્રીજીના સ્થાપન નિમિત્તે આજે ખંડેરાવ માર્કેટ સહિત શહેરના વિવિધ ફૂલ બજારમાં હકડેઠઠ ગિરદી સાથે ઠેર ઠેર ગ્રાહકોની ભીડ જામી છે. જ્યારે બીજી બાજુ ફુલ ગોટાના ભાવ સહિત અન્ય ફૂલના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. આ ઉપરાંત શહેરના વિવિધ મીઠાઈ બજારોમાં પણ ઠેર ઠેર લાઈનો લાગી છે.

ઉલ્લેખનીય છે કે વિઘ્નહર્તા શ્રીજી નું આજે ગણેશ ચતુર્થી નિમિત્તે આન બાન શાન અને પૂજા અર્ચન સહિત ભક્તિભાવ પૂર્વક ઠેર ઠેર સ્થાપન થઈ રહ્યું છે ત્યારે પૂજા અર્ચનમાં વપરાતા ફૂલગોટા સહિત વિવિધ ફૂલના વેપારીઓ ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા સહિત બજાર ન્યાય મંદિર તથા ચોખંડી કારેલીબાગ સહિતના વિસ્તારોમાં ઠેર ઠેર છુટક અને હોલસેલ ફૂલના વેપારીઓ પોતાનો વેપાર ધંધો કરી રહ્યા છે જોકે નિયમિત રીતે રોજિંદા વેચાણ થતા ફૂલગોટાનો ભાવ આજે આસમાને જોવા મળ્યો હતો. આવી જ રીતે ગુલાબ સહિત અન્ય ફૂલોના ભાવો પણ ખૂબ ઊંચા જોવા મળ્યા હતા. છતાં પણ ગ્રાહકોની ભીડ પ્રત્યેક ફુલવાળાને ત્યાં જોવા મળી હતી. 

આવી જ રીતે મીઠાઈમાં શ્રીજીને પ્રિય મોતીચૂર અને મોદક નો ભાવ પણ તમામ વેપારીઓ પોતપોતાની રીતે ભાવ લગાવીને વેચાણ કરી રહ્યા હતા જેમાં મોતીચૂર સહિત મોદકનો ભાવ અન્ય કાચી સામગ્રી અને માવા થી લઈને ઘી ખાંડના ભાવ પણ આસમાને હોવાથી વેપારીઓ ઉચા ભાવે મોદક મોતીચૂર કે પછી બુંદીના લાડુ બુંદી સહિત અન્ય મીઠાઈ સહિત ફરાળી મીઠાઈ ખરીદવા ગ્રાહકોની ઠેર ઠેર લાઈનો લાગી છે.


Google NewsGoogle News