ગાંધીનગર આરટીઓનો ટ્રેક ફરી બંધ ૨૦૦થી વધુ અરજદારોને ધરમના ધક્કા
મોડેલ આરટીઓની વારંવાર ખોટવાતા ટ્રેકથી ઓળખ
એનઆઇસીનું સર્વર અપડેટ થતુ હોવાથી છેલ્લા બે દિવસથી ડ્રાઇવીંગ ટેસ્ટ લેઇ શકાતા નથીઃએપોઇન્ટમેન્ટ રી-સિડયુલ કરી આપવા પણ માંગણી ઉઠી
ગાંધીનગર : ગાંધીનગર આરટીઓને મોડેલ આરટીઓ તરીકે રાજ્યમાં પ્રસ્તાપીત કરવામાં આવ્યું છે ત્યારે હવે આ મોડેલ આરટીઓની ઓળખ વારંવાર ખોટવાતા ટેસ્ટીંગ ટ્રેકથી થઇ રહી છે. અગાઉ એજન્ટ રાજ અને ભ્રષ્ટાચારનો પર્યાય બની ગયેલી આરટીઓ કચેરીમાં હાલ ક્યારે ટ્રેક ચાલુ ચાલુ હોય છે તે મોટો સવાલ હોય છે. વરસાદને કારણે ૨૦ દિવસ જેટલો ટુ વ્હિલરનો ટેસ્ટીંગ ટ્રેક બંધ રહ્યા બાદ ગઇકાલે અને આજે સર્વરના ઇસ્યુ ઉભા થતા ડ્રાઇવીંગ ટેસ્ટની કામગીરી જ ખોટવાઇ ગઇ છે.
ગાંધીનગર આરટીઓને વારંવાર ખોટવાતા ટેસ્ટીંગ ટ્રેક તરીકેની
છબી પ્રસ્તાપીત થઇ રહી છે.અગાઉ વરસાદી પાણી ઉતરવાથી વાયરીંગ બગડી ગયું હતું અને ટુ
વ્હિલરનો ટેસ્ટીંગ ટ્રેક ૨૦ દિવસ સુધ બંધ રહ્યો હતો ત્યારે હવે સમગ્ર ડ્રાઇવીંગ
ટેસ્ટની કામગીરી જ ખોટવાઇ ગઇ છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે, દિલ્હી સ્થિત
એનઆઇસી દ્વારા સોફ્ટવેર તથા સર્વર અપડેટ કરવામાં આવતું હોવાને કારણે દિલ્હીથી જ
સર્વર બંધ કરી દેવામાં આવ્યું હતું. આ બાબતે ગુજરાતના અધિકારીઓ અજાણ હોય તેમ ગઇકાલે ઓનલાઇન એપોઇન્ટમેન્ટ લેવામાં
આવી હતી. ગાંધીનગર આરટીઓમાં પણ અરજદારો એપોઇન્ટમેન્ટ પ્રમાણે આવ્યા હતા પરંતુ
ટ્રેક બંધ હોવાને કારણે ટેસ્ટ આપી શક્યા ન હતા અને આ જ સ્થિતિનું આજે પણ
પુનરાવર્તન થયુ છે. ટુ અને ફોર વ્હિલર મળીને બે દિવસમાં ૩૦૦થી પણ વધુ અરજદારોને
ધરમનો ધક્કો ખાવાનો વારો આવ્યો છે ત્યારે ગઇકાલે જેમના ટેસ્ટ નથી લેવાયા તેવા
અરજદારોની એપોઇન્ટમેન્ટ તો રી સિડયુલ કરી દેવામાં આવનાર છે પરંતુ આજે શુક્રવારે પણ
હેરાન થનાર અરજદારોની એપોઇન્ટમેન્ટ રી સિડયુલ કરવા માટે માંગણી ઉઠી છે.વારંવાર
ખોટવાતા ટ્રેકને કારણે આરટીઓમાં અરજદારો અને સ્ટાફ વચ્ચે ઘર્ષણના બનાવો પણ બન્યા
હતા ત્યારે સર્વર ઠપ્પ હોવાને કારણે ટેસ્ટીંગ સહિતની કામગીરી બંધ થઇ છે જેના કારણે
સ્ટાફ પણ હેરાન થઇ રહ્યો છે.