ગાંધીનગર જિલ્લો ગુજરાતના વિકાસનું ગ્રોથ એન્જીનઃકલેક્ટર

Updated: Aug 16th, 2024


Google NewsGoogle News
ગાંધીનગર જિલ્લો ગુજરાતના વિકાસનું ગ્રોથ એન્જીનઃકલેક્ટર 1 - image


૭૮માં સ્વાતંત્ર્ય પર્વ પ્રસંગે જિલ્લાકક્ષાનું કલોલ ખાતે ધ્વજવંદન

શાળા-સોસાયટીઓથી લઇને ઘરે ઘરે તિરંગા લહેરાયા દેશભક્તિ ભાવ સાથે સ્વાતંત્ર્ય પર્વની ગૌરવભેર ઉજવણી

ગાંધીનગર,કલોલ :  જિલ્લાકક્ષાની ઉજવણી પ્રસંગે જિલ્લા કલેક્ટર મેહુલ દવેએ જણાવ્યું હતું કે, સ્વાતંત્ર્ય પર્વએ પ્રત્યેક દેશવાસીઓ અને ગુજરાતીઓ માટે ગૌરવનો દિવસ છે. ૧૫ ઓગસ્ટએ સમગ્ર જીવન દરમિયાન રાષ્ટ્રભાવનાને સતત આપણામાં ધબકતી રાખનારું અનેરૃં પર્વ છે. પ્રત્યેક દેશવાસી આ પર્વની ઉજવણી તન- મન - ઘનથી ખરા ઉત્સાહ સાથે કરે છે. આજનો આ પર્વ દેશની આઝાદી માટે પ્રાણ ન્યોચ્છાવર કરનારા નામી- અનામી શહીદો પ્રત્યે કૃતજ્ઞાતા વ્યક્ત કરવાનો મહામૂલો અવસર છે. તેમણે કહ્યું હતું કે, ગુજરાતના વિકાસ કાર્યોને નવી દિશા આપનાર અને સર્વાંગી વિકાસને પ્રાઘાન્ય આપનાર રાજયના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદીના અથાગ પ્રયત્નો થકી આજે  ચાર અક્ષરનો શબ્દ ' ગુજરાત 'વિકાસ શબ્દનો પર્યાય બની ગયો છે. જેમાં રાજયનું પાટનગર ગાંધીનગર જિલ્લો રાજયની અપૂર્વ વિકાસયાત્રામાં પૂર્ણપણે સહભાગી બનીને નવા આયામો સિધ્ધ કરી રહ્યો છે. આ જિલ્લો સમગ્ર રાજયના સર્વોચ્ચ વિકાસનું ગ્રોથ એન્જિન બનીને વિકાસ કરી રહ્યો છે.

'એક પેડ મા કે નામ' મહાઅભિયાનનો દેશવ્યાપી પ્રારંભ કરાવવામાં આવ્યો છે. આ અભિયાન અન્વયે રાજ્યભરની ૫૩ હજાર આંગણવાડીઓમાં વૃક્ષારોપણના અભિનવ પ્રયોગનો ગાંધીનગરથી આંગણવાડીથી પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. કેન્દ્રીય ગૃહ અને સાસંદ અમિતભાઇ શાહના માર્ગદર્શન હેઠળ દરેક ગામ સુધી જ નહિ, પણ દરેક નાગરિક સુઘી જઇ લોકાભુમિખ વહીવટી તંત્રનું નિર્માણ કરવાના ઉમદા ભાવ સાથે સમગ્ર ગાંધીનગર જિલ્લામાં ગ્રામ સંકલન અભિયાન અંતર્ગત 'રાજય સેવક તમારા ગામે' કાર્યક્રમનો આરંભ થયો છે. આ કાર્યક્રમ રાજયભરમાં સૌ પ્રથમ ગાંધીનગર જિલ્લામાં શરૃ થયો છે.  રાષ્ટ્રીય પર્વની ઉજવણી નિમિત્તે સ્વામિનારાયણ સ્કૂલ, કલોલ સરકારી શાળા નંબર ૪, સી.આઈ. પટેલ ઇંગ્લિશ મિડીયમ સ્કુલ, સઈજ પ્રાથમિક શાળા અને અનન્ય વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા. તેમના કાર્યક્રમ નિહાળીને ઉપસ્થિત સર્વે મંત્રમુગ્ધ બની ગયા હતા.  જિલ્લા કલેકટરે પરેડનું નિરીક્ષણ કર્યું હતું. રમતગમત, સામાજિક, કૃતવ્ય નિ કર્મયોગીઓ અને વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનાર વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું.


Google NewsGoogle News