Get The App

સોખડા હરિધામના પૂ.હરિપ્રસાદ સ્વામીની આજે લીમડાવનમાં અંત્યેષ્ટિ

આજે અંતિમદર્શન નહીં યોજાય, ઓનલાઇન દર્શન થશે, પાલખીયાત્રા નીકળશે, બપોરે બે વાગ્યે અગ્નિદાહ અપાશે

Updated: Jul 31st, 2021


Google NewsGoogle News
સોખડા હરિધામના પૂ.હરિપ્રસાદ સ્વામીની  આજે લીમડાવનમાં અંત્યેષ્ટિ 1 - image

વડોદરા : સોખડા હરિધામ મંદિરના સંત હરિપ્રસાદ સ્વામીજી અક્ષરવાસી થયા બાદ ચાર દિવસથી તેમના અંતિમ દર્શન માટે દેશ વિદેશમાંથી ભક્તો સોખડા ખાતે આવી રહ્યા છે. અંતિમ દર્શનના આજે છેલ્લા દિવસે પણ આશરે એક લાખ કરતા વધુ ભક્તો દર્શન કર્યા હતા.કાલે રવિવારે બપોરે હરિધામ મંદિરમાં આવેલા લીમડાવનમાં સ્વામીજીના અંતિમ સંસ્કાર થશે.

સોખડા હરિધામના પૂ.હરિપ્રસાદ સ્વામીની  આજે લીમડાવનમાં અંત્યેષ્ટિ 2 - image

પૂ.હરિપ્રસાદ સ્વામીજીના અંતિમસંસ્કાર પાંચ વિદ્વાન પંડિતો દ્વારા કરવામાં આવશે તેઓએ કહ્યું હતું કે સમગ્ર વિધિ યજુર્વેદ સંહિતાના પુરૃષસૂક્તમમાં દર્શાવ્યા અનુસાર કરવામાં આવશે.રવિવારે બપોરે ૧૨ વાગ્યાથી અંતિમસંસ્કારની વિધિનો પ્રારંભ થશે. પ્રથમ સ્વામીજીના દેહને  ગંગા, જમુના, સરયુ, નર્મદા,તાપી સહિત ૭ નદીનાં પવિત્ર જળથી સ્નાન કરાવવામાં આવશે જે બાદ ગાયનુ ઘી, કેસર અને ચંદનનો લેપ લગાડવામાં આવશે. આ વિધિ બાદ તેઓની પાલખીયાત્રા મંદિર પરિસરમાં નીકળશે.

સોખડા હરિધામના પૂ.હરિપ્રસાદ સ્વામીની  આજે લીમડાવનમાં અંત્યેષ્ટિ 3 - image

આ પહેલા આજે લીમડા વનમાં તૈયાર કરવામાં આવેલા અંતિમસંસ્કાર સ્થળે ૭ નદીનાં જળ, ગૌમૂત્ર અને છાણથી લીપણ કરવામાં આવ્યુ હતું. કાલે સવારે અહી  અંત્યેષ્ટિ માટે ચંદન, લીમડો, સેવન,પીપડો, કેર, ઉમરો મળીને ૮ વૃક્ષોનાં કાષ્ટ ઉપરાંત ગાયના છાણમાંથી તૈયાર થયેલા  અડાયા છાણા, દર્ભના પુડાથી ચીતા તૈયાર કરવામાં આવશે જ્યાં સ્વામીજીનો દેહ પવિત્ર અગ્નિમાં પંચમહાભૂતમાં વિલિન થશે. ચીતાને મંદિરના અખંડ દીપથી પ્રજ્વલીત કરવામાં આવશે. કાલે અંતિમક્રિયા વખતે મુખ્યમંત્રી સહિતના રાજકીય આગેવાનો, સમાજીક અને ધાર્મિક આગેવાનો હજાર રહેશે.

દરમિયાન મંદિર તરફથી જાહેરાત કરવામાં આવી છે કે રવિવારે અગ્નિસંસ્કાર ક્રિયાનો સવારથી પ્રારંભ થશે હોવાથી અંતિમદર્શન બંધ રહેશે. ભક્તો ઓનલાઇન દર્શન કરી શક્શે.



Google NewsGoogle News