કર્ણાટકના હુબલીથી ચોટીલા દારૃની હેરાફેરી ટોમેટો સોસની આડમાં દારૃ ભરીને જતી ટ્રક સાથે એકની ધરપકડ

રૃા.૨૯.૮૧ લાખની દારૃની ૧૬૮૮૪ બોટલો સહિત કુલ રૃા.૫૭.૦૨ લાખનો મુદ્દામાલ કબજે કરાયો ઃ સાંચોરનો બિશ્નોઇ ફરાર

Updated: Oct 29th, 2023


Google NewsGoogle News
કર્ણાટકના હુબલીથી ચોટીલા દારૃની હેરાફેરી  ટોમેટો સોસની આડમાં દારૃ ભરીને જતી ટ્રક સાથે એકની ધરપકડ 1 - image

વડોદરા, તા.29 કર્ણાટકના હુબલી ખાતેથી ટોમેટો સોસના બોક્સોની આડમાં દારૃ ભરીને ચોટીલા ખાતે જતી ટ્રકને પોર નેશનલ હાઇવે પરથી વરણામા પોલીસે ઝડપી પાડી કુલ રૃા.૫૭.૦૨ લાખની મત્તા સાથે ડ્રાઇવરની ધરપકડ કરી હતી.

આ અંગેની વિગત એવી છે કે ભરૃચ તરફથી સફેદ રંગની કેબિનવાળી એક ટ્રક વડોદરા તરફ જઇ રહી છે તેમજ તેમા દારૃનો જથ્થો ભર્યો છે આ મુજબની બાતમીના આધારે પોર હાઇવે પર પોલીસના માણસોએ વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી મુજબની રાજસ્થાન પાસિંગની ટ્રક આવતાં પોલીસે તેને રોકી સાઇડ પર લીધી હતી. ટ્રકના ચાલકનું નામ પૂછતાં તેણે પોતાનું નામ રમેશ ગુલાબારામ બિશ્નોઇ (રહે.ગાંધવકલ્લા, તા.ગુડામાતાની, જિલ્લો બાડમેર, રાજસ્થાન) જણાવ્યું હતું.

પોલીસે તેને સાથે રાખી ટ્રકમાં તપાસ કરતાં સુદીપ ટોમેટો સોસની ૨૧૬૦ નંગ રૃા.૨.૧૬ લાખ કિંમતની બોટલો મૂકેલા ૧૮૦ બોક્સ મળ્યા હતાં. આ સોસની પાછળની બાજુએ દારૃની વિવિધ બ્રાંડની પેટીઓ મળી હતી. પોલીસે રૃા.૨૯.૮૧ લાખ કિંમતની દારૃની બોટલો, ટોમેટો સોસનો જથ્થો, ટ્રક અને બે મોબાઇલ મળી કુલ રૃા.૫૭.૦૨ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઝડપાયેલા રમેશ બિશ્નોઇની પૂછપરછ કરતાં તેણે પોલીસને જણાવ્યું હતું કે બાડમેર જિલ્લાના સાંચોર ખાતે રહેતા સરવન બિશ્નોઇએ મારા નામે ટ્રક ખરીદી હતી અને આ ટ્રકનો ઉપયોગ દારૃની હેરાફેરી માટે કરું છું. એક ટ્રિપ માટે કુલ રૃા.૩૫ હજાર મને મળે છે. દારૃનો જથ્થો હુબલીથી ભરીને ચોટીલા લઇ જવાનો હતો. ચોટીલા ટોલનાકા પર પહોંચીને મારે સરવનને ફોન કરવાનો હતો.




Google NewsGoogle News