ડેડિયાપાડા નજીક રૃા.૪૬.૦૪ લાખ કિંમતનો દારૃ ભરેલી ટ્રક ઝડપાઇ
રૃા.૬૪.૦૭ લાખના કુલ મુદ્દામાલ સાથે ટ્રકના ડ્રાઇવરની ધરપકડ
રાજપીપળા તા.૧૨ ડેડિયાપાડા તાલુકાના રાલ્દા ગામના બસ સ્ટેન્ડ પાસેથી પસાર થતી એક ટ્રકમાંથી જિલ્લા એલસીબીએ દારૃના મોટા જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી હતી. પોલીસે કુલ રૃા.૬૪.૦૭ લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
મહારાષ્ટ્રના અક્કલકુવા તરફથી સાગબારા દેડિયાપાડા થઇને અંકલેશ્વરથી સુરત બરોડા હાઇવે થઇ અમદાવાદ તરફ દારૃ ભરેલી એક ટ્રક જવાની છે તેવી બાતમીના આધારે ડેડિયાપાડા-સાગબારા હાઇવે ઉપર વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન બાતમી મુજબની ટ્રક આવતાં તેને રોકી ટ્રકમાં તપાસ કરતાં રૃા.૪૬.૦૪ લાખ કિંમતની દારૃની ૪૬૦૪૭ બોટલો મળી હતી.
દારૃના જથ્થા સાથે ટ્રકચાલક અજય બંસીલાલ ડાવર (રહે.ભડક્યા, તા.જી. ધાર, મધ્યપ્રદેશ)ને ઝડપી પાડયો હતો. પોલીસે કુલ રૃા.૬૪.૦૭ લાખનો મુદ્દામાલ કબજે કરી આ અંગે ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો હતો.