અંબાલાથી અમદાવાદ લઇ જવાતો દારૃનો જથ્થો ભરેલી ટ્રક ઝડપાઇ

રૃા.૩૭.૧૬ લાખના દારૃ સાથે કુલ રૃા.૪૭.૨૩ લાખના મુદ્દામાલસાથે એકની ધરપકડ

Updated: Oct 7th, 2023


Google NewsGoogle News
અંબાલાથી અમદાવાદ લઇ જવાતો દારૃનો જથ્થો ભરેલી ટ્રક ઝડપાઇ 1 - image

વડોદરા, તા.7 વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર ટોલનાકા પાસેથી અમદાવાદ લઇ જવાતા દારૃની પેટીઓ ભરેલી ટ્રક જિલ્લા એલસીબીએ ઝડપી પાડી એક શખ્સની ધરપકડ કરી હતી. મેડિકલ સામાનની આડમાં લઇ જવાતી દારૃની ૭૬૬૭ બોટલો સહિત કુલ રૃા.૪૭.૨૩ લાખનો જથ્થો કબજે કરી વધુ તપાસ હાથ ધરાઇ છે.

આ અંગેની વિગત એવી છે કે એચપી પાસિંગની એક ટ્રકમાં દારૃનો જથ્થો ભરેલો છે તેમજ તે ટ્રક સુરતથી વડોદરા થઇ અમદાવાદ જવાની છે તેવી બાતમીના આધારે જિલ્લા પોલીસની ટીમે એક્સપ્રેસ હાઇવે પર આજોડ ગામ પાસેના ટોલનાકા પર વોચ ગોઠવી હતી. બાતમી મુજબની ટ્રક આવતા તેને રોકી ડ્રાઇવર લાભજીતસીંગ ગુરમેજસીંગ જાટ (રહે.મુજાખુર્દ, કલાન, તા.પુરણપુર, જિલ્લો પીલીભીત, ઉત્તર પ્રદેશ, મૂળ પંજાબ)ની પૂછપરછ કરતાં તેેને ટ્રકમાં મેડિકલના સાધનો હોવાનું કહી બિલ અને બિલ્ટી રજૂ કરી હતી.

પોલીસે ટ્રકમાં તપાસ કરતાં મેડિકલના સાધનોના બદલે દારૃની પેટીઓ મળી હતી. દારૃનો રૃા.૩૭.૧૬ લાખનો જથ્થો, એક મોબાઇલ, ટ્રક, જીપીઆરએસ મળી કુલ રૃા.૪૭.૨૩ લાખનો જથ્થો કબજે કર્યો હતો. ઝડપાયેલા ટ્રક ડ્રાઇવર લાભજીતસીંગની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે અંબાલાથી બીરેન્દ્રસિંગે દારૃ ભરેલી ટ્રક આપી  હતી અને તે ટ્રકમાં મુંબઇ સુધી આવ્યો  હતો ત્યારબાદ તે ટ્રકમાંથી ઉતરી જઇ ભાનુ નામના શખ્સ સાથે વાત કરી તે કહે તે મુજબ અમદાવાદ જવાનું હતું. આ અંગે મંજુસર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.




Google NewsGoogle News