વડોદરાના માણેજા વિસ્તારમાં પ્રાથમિક સુવિધા ના અભાવ અંગે સ્થાનિક રહીશોનો મોરચો
Vadodara Corporation : વડોદરા શહેરના વોર્ડ18ના માણેજા વિસ્તારમાં આવેલા લક્ષ્મી નારાયણ સોસાયટીમાં કોર્પોરેશનની બેદરકારી સામે આવી રોડ, ગટર, લાઇટ, ગંદકી, પાણીની સમસ્યાઓ માટે વારંવાર કાઉન્સિલરોને કરવામાં આવી છે પણ ધરમ ધક્કો ખાઈ પરત ફરવાનો વારો આવે છે. રાજસ્થાની રહીશોએ બોર્ડની કચેરી ખાતે રજૂઆત કરવા ગયા હતા ત્યાં તેમને અધિકારી તરફથી ઉદ્ધત જવાબ મળ્યો હતો.
લક્ષ્મી નારાયણ સોસાયટીમાં 80% પરપ્રાંતીય લોકો રહે છે, દોઢ વર્ષ પહેલાં જીઈબી દ્વારા વિજ લાઇટનો થાંબ્લો નાખ્યો હતો પણ લાઇટ લગાડવામાં આવી નથી, સોસાયટીની બાજુમાં તળાવ હોવાથી ત્યાં સાપ અંધારામાં બહાર નીકળી આવે છે. અહીં સોસાયટીમાં રહેતા વિદ્યાર્થીઓ સાંજની સમયે સ્કૂલ-કલાસમાંથી પરત ઘરે ફરે છે અને જો અંધારામાં સાપ કોઈ વ્યક્તિને કરડી જાય તો જવાબદાર કોણ? બીજું આજ વિસ્તારમાં બાજુના પ્લોટમાં ડુક્કરનો ત્રાસ વધારે પડતો છે તેની અધિકારીને રજૂઆત કરવામાં આવતા અધિકારીએ કહ્યું કે હવે આજ કામ કરવાનું રહ્યું છે, સ્થાનિક રહીશોએ રોડ, ગટર, લાઇટ, ગંદકી, પાણીની સમસ્યાઓ વહેલી તકે દૂર કરવા માંગણી કરી હતી.