Get The App

પ્રેમીએ લગ્નનો ઇનકાર કરતાં યુવતીએ ફાંસો ખાધો, મોબાઇલના રેકોર્ડિંગ પરથી ભેદ ખૂલ્યોઃપ્રેમી સામે ફરિયાદ

Updated: Mar 2nd, 2024


Google NewsGoogle News
પ્રેમીએ લગ્નનો ઇનકાર કરતાં યુવતીએ ફાંસો ખાધો, મોબાઇલના રેકોર્ડિંગ પરથી ભેદ ખૂલ્યોઃપ્રેમી સામે ફરિયાદ 1 - image

વડોદરાઃ ગોરવા વિસ્તારમાં રહેતી યુવતી સાથે બે વર્ષ સુધી પ્રેમસબંધ રાખ્યા બાદ લગ્નનો ઇનકાર કરી ગાળો ભાંડનાર પ્રેમીના કૃત્યથી યુવતીએ આપઘાત કરી લેતાં પોલીસે પારસિંગ નામના યુવક સામે ગુનો નોંધ્યો છે.

ગોરવા વિસ્તારમાં એક મહિના પહેલાં યુવતીએ ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.જે બનાવમાં યુવતીના પ્રેમી પારસિંગ રાઠવાએ જ ફોન કરીને યુવતીના પરિવારજનોને જાણ કરી હતી.પોસ્ટમોર્ટમ બાદ પરિવારજનોએ યુવતીનો અંતિમ સંસ્કાર કર્યા હતા.

દરમિયાનમાં યુવતીના ભાઇએ આપઘાત કરનાર બહેનના મોબાઇલને ચાર્જ કરી તપાસતાં બનાવના દિવસે પારસિંગ ર ાઠવાના પાંચ ફોન આવ્યા હતા.યુવતીએ રેકોર્ડિંગ કર્યું હતું અને આ રેકોર્ડિંગ સાંભળતાં પારસિંગ રાઠવા ખૂબ જ ગલીચ ભાષામાં વાત કરતો હોવાનું જણાઇ આવ્યું હતું.યુવતીએ તે મારી જિંદગી બરબાદ કરી દીધી,મારી સાથે તું રહેવા કેમ આવ્યો..હું મરી જઇશ તેમ કહેતાં પારસિંગે તેને પોલીસ કેસ કરીશ તો એક બે વર્ષ જેલ જવા તૈયાર છું..તેમ કહ્યું હતું.જેથી યુવતીએ આપઘાત કરી લીધો હતો.

દરમિયાનમાં યુવતીની બહેનપણીએ પણ તેના સબંધને સમર્થન આપતાં કહ્યું હતું કે,બંને જણા વચ્ચે બે વર્ષથી પ્રેમ હતો અને લગ્નની માનતા કરી હતી.પરંતુ પારસિંગ બીજી યુવતી સાથે લગ્ન કરવા માંગતો હતો.બનાવને દિવસે મરનાર યુવતી રડતી હતી.જેથી ગોરવા પોલીસે પારસિંગ રાઠવા(ચિસાડીયા ગામ, તા.ક્વાંટ,છોટાઉદેપુર)સામે ગુનો નોંધ્યો છે.


Google NewsGoogle News