બસની ટિકિટ પરથી પોલીસે ભૂલી પડેલી માનિસક અસ્વસ્થ વૃધ્ધાને ઘર સુધી પહોંચાડી

Updated: Mar 23rd, 2024


Google NewsGoogle News
બસની ટિકિટ પરથી પોલીસે ભૂલી પડેલી  માનિસક અસ્વસ્થ વૃધ્ધાને ઘર સુધી પહોંચાડી 1 - image

વડોદરાઃ વડોદરામાં બે દિવસથી અટવાયેલી વૃધ્ધાને મહામુશીબતે પોલીસે તેના પરિવાર સુધી પહોંચાડી હતી.

છાણી  વિસ્તારમાં બે દિવસથી એક વૃધ્ધા ફરતી હોવાથી એક સદગૃહસ્થને શંકા ગઇ હતી અને અભયમને જાણ કરી હતી. પોલીસને સાથે રાખી આવેલી ટીમે વૃધ્ધાની પૂછપરછ કરી હતી.પરંતુ તે માનિસક રીતે અસ્વસ્થ હોવાથી કાંઇ યાદ નહતું.

ટીમે તપાસ કરતાં વૃધ્ધા પાસેથી મહીસાગર જિલ્લાના વીરપુર ગામેથી કઢાવેલી બસની ટિકિટ મળી હતી.જેથી પોલીસે ત્યાંની પોલીસનો સંપર્ક કરી ફોટા મોકલતાં પોલીસે વૃધ્ધાના પરિવારને શોધી કાઢ્યું હતું.પરંતુ તેના પુત્રને વડોદરા આવવાનો સમય નહિં હોવાથી વડોદરા પોલીસે વૃધ્ધાને તેને ઘેર મોકલી હતી.


Google NewsGoogle News