વડોદરા જિલ્લામાં તા.૧૭થી ૩૧ ઓક્ટો. સુધી સફાઈ ઝુંબેશ
સામૂહિક સફાઈ સાથે સાથે વાઈબ્રન્ટ રેલી અને ઈકો ફ્રેન્ડલી પ્રેક્ટિસનું પ્રદર્શન યોજાશે
વડોદરા,વડોદરા જિલ્લામાં ૧૭ સપ્ટેમ્બરથી ૩૧ ઓક્ટોબર દરમિયાન 'સ્વચ્છતા હી સેવા' અભિયાનની શરૃઆત કરવામાં આવી રહી છે. જિલ્લાને સ્વચ્છ બનાવવા આ અભિયાનનો પ્રારંભ કરવામાં આવશે.
શહેરના મુખ્ય સ્પોટથી લઈને ગ્રામ્ય કક્ષા સુધી તમામ જાહેર સ્થળો, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, ધાર્મિક શાળા અને કોલેજ કક્ષો સ્વચ્છતા અંગેની વોલ પેઈન્ટિંગ, શેરી નાટકો, કળા પ્રતિયોગિતા અને યુવાનો માટે સ્વચ્છતા અંગેની સેલ્ફી જેવા કાર્યક્રમો યોજાશે.
આ અભિયાનમાં લોકો જોડાય તે માટે કમિટીઓ અને ટુકડીઓ બનાવી અભિયાન હાથ ધરવામાં આવશે. જિલ્લામાં પખવાડિયા સુધી સામૂહિક સફાઈની સાથે સાથે અલગ અલગ કાર્યક્રમો તબક્કાવાર યોજાશે. આ અભિયાનમાં વાઈબ્રન્ટ રેલી યોજવામાં આવનાર છે, જેમાં પરંપરાગત સંગીત, નૃત્ય અને ઈકો-ફ્રેન્ડલી પ્રેક્ટિસનું પ્રદર્શન દર્શાવવામાં આવશે. જિલ્લા, તાલુકા અને ગામડાઓમાં સફાઈ અભિયાન સાથે સિંગલ યુઝ પ્લાસ્ટિકના સંગ્રહ તથા વૈજ્ઞાાનિક ઢબે નિકાલ કરવાનું આયોજન કરવામાં આવશે.
કાપડના કચરામાંથી શોપિંગ બેગ બનાવવા માટે વર્કશોપ અને ઘરના સ્તરે કિચન ગાર્ડનને પ્રોત્સાહન આપી ખાતર બનાવવા વર્કશોપનું આયોજન કવરામાં આવશે. 'સ્વચ્છતા મિત્ર' સફાઈ કર્મચારીઓ માટે હેલ્થ ચેકઅપ કેમપ્સનું આયોજન કરવામાં આવ્યું છે.