લોકો બહાર ના નીકળે તે માટે મોલ્સ અને મેડિકલ સ્ટોરો દ્વારા હોમ ડીલિવરી અપાશે
વડોદરા,તા.28 માર્ચ,2020,શુક્રવાર
લોકો બહાર ના નીકળે તે માટે આગામી દિવસોમાં મોલ્સ તેમજ મેડિકલ સ્ટોરો દ્વારા હોમ ડીલિવરીની વ્યવસ્થા કરવામાં આવનાર છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે,એક મોલ દ્વારા સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે.તેઓ પહેલાં ઓર્ડર લેશે અને પછી ડીલિવરી આપી ઘેરથી જ કેશ અથવા કાર્ડ મારફતે પેમેન્ટ લેશે.
આગામી દિવસોમાં બીજા પણ મોલ્સ આ મુજબની જાહેરાત કરનાર છે.આ ઉપરાંત કેટલાક મેડિકલ સ્ટોરો પણ આ રીતે હોમ ડીલિવરી આપનાર છે.